1. [QS]જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, [QE][QS]ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર. [QE]
2. [QS]જો તું ખાઉધરો હોય, [QE][QS]તો તારે ગળે છરી મૂક. [QE]
3. [QS]સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, [QE][QS]કારણ કે તે કપટી ભોજન છે. [QE]
4. [QS]ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; [QE][QS]હોશિયાર થઈને પડતું મૂકજે. [QE]
5. [QS]જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે [QE][QS]અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે [QE][QS]અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે. [QE]
6. [QS]કંજૂસ માણસનું અન્ન ન ખા [QE][QS]તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા, [QE]
7. [QS]કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. [QE][QS]તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” [QE][QS]પણ તેનું મન તારા પ્રત્યે નથી. [QE]
8. [QS]જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે [QE][QS]અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે. [QE]
9. [QS]મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, [QE][QS]કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે. [QE]
10. [QS]પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ [QE][QS]અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ. [QE]
11. [QS]કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે [QE][QS]તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. [QE]
12. [QS]શિખામણ પર તારું મન લગાડ [QE][QS]અને ડહાપણના શબ્દોને તારા કાન દે. [QE]
13. [QS]બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; [QE][QS]કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. [QE]
14. [QS]જો તું તેને સોટીથી મારીશ, [QE][QS]તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. [QE]
15. [QS]મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, [QE][QS]તો મારું હૃદય હરખાશે. [QE]
16. [QS]જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, [QE][QS]ત્યારે મારું અંતઃકરણ હરખાશે. [QE]
17. [QS]તારા મનમાં પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે. [QE]
18. [QS]ત્યાં ચોક્કસ ભવિષ્ય છે [QE][QS]અને તારી આશા સાર્થક થશે. [QE]
19. [QS]મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા [QE][QS]અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે. [QE]
20. [QS]દ્રાક્ષારસ પીનારાઓની [QE][QS]અથવા માંસના ખાઉધરાની સોબત ન કર. [QE]
21. [QS]કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે [QE][QS]અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે. [QE]
22. [QS]તારા પોતાના પિતાનું કહેવું સાંભળ [QE][QS]અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. [QE]
23. [QS]સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; [QE][QS]હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ. [QE]
24. [QS]નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે [QE][QS]અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. [QE]
25. [QS]તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર [QE][QS]અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર. [QE]
26. [QS]મારા દીકરા, મને તારું હૃદય આપ [QE][QS]અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે. [QE]
27. [QS]ગણિકા એક ઊંડી ખાઈ છે [QE][QS]અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે. [QE]
28. [QS]તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે [QE][QS]અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે. [QE]
29. [QS]કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? [QE][QS]કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? [QE][QS]કોની આંખોમાં રતાશ છે? [QE]
30. [QS]જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, [QE][QS]જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે. [QE]
31. [QS]જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, [QE][QS]જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય [QE][QS]અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર. [QE]
32. [QS]આખરે તે સર્પની જેમ કરડે છે [QE][QS]અને નાગની જેમ ડસે છે. [QE]
33. [QS]તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે [QE][QS]અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે. [QE]
34. [QS]હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, [QE][QS]કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. [QE]
35. [QS]તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. [QE][QS]તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. [QE][QS]હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.” [QE]