1. [QS]અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં [QE][QS]પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે. [QE]
2. [QS]વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી [QE][QS]અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે. [QE]
3. [QS]વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે [QE][QS]અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે. [QE]
4. [QS]સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, [QE][QS]પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે. [QE]
5. [QS]જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. [QE][QS]અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ. [QE]
6. [QS]ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે [QE][QS]અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે. [QE]
7. [QS]દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, [QE][QS]તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! [QE][QS]તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે. [QE]
8. [QS]જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે. [QE][QS]જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે. [QE]
9. [QS]જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ, [QE][QS]પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે. [QE]
10. [QS]મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી [QE][QS]ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે. [QE]
11. [QS]માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે [QE][QS]અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે. [QE]
12. [QS]રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, [QE][QS]પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે. [QE]
13. [QS]મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; [QE][QS]અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે. [QE]
14. [QS]ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, [QE][QS]પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે. [QE]
15. [QS]આળસ ભરનિદ્રામાં નાખે છે [QE][QS]અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે. [QE]
16. [QS]જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, [QE][QS]પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે. [QE]
17. [QS]ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે [QE][QS]અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે. [QE]
18. [QS]આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર [QE][QS]અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ. [QE]
19. [QS]ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; [QE][QS]જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે. [QE]
20. [QS]સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; [QE][QS]જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય. [QE]
21. [QS]માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, [QE][QS]પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે. [QE]
22. [QS]માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; [QE][QS]જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે. [QE]
23. [QS]યહોવાહનું ભય જીવનદાન [QE][QS]અને સંતોષ આપે છે [QE][QS]તેથી તેનું ભય રાખનાર પર [QE][QS]નુકસાનકારક માર આવશે નહિ. [QE]
24. [QS]આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, [QE][QS]પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી. [QE]
25. [QS]તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; [QE][QS]બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે. [QE]
26. [QS]જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે [QE][QS]તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. [QE]
27. [QS]હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, [QE][QS]તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ. [QE]
28. [QS]દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે [QE][QS]અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે. [QE]
29. [QS]તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા [QE][QS]અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે. [QE]