1. [QS]નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, [QE][QS]પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે. [QE]
2. [QS]જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, [QE][QS]પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે. [QE]
3. [QS]યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, [QE][QS]તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે. [QE]
4. [QS]નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, [QE][QS]પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે. [QE]
5. [QS]મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, [QE][QS]પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે. [QE]
6. [QS]નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, [QE][QS]પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે. [QE]
7. [QS]જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, [QE][QS]પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે. [QE]
8. [QS]દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, [QE][QS]પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે. [QE]
9. [QS]દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, [QE][QS]પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે. [QE]
10. [QS]સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, [QE][QS]અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે. [QE]
11. [QS]શેઓલ તથા અબદોન (વિનાશ) યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; [QE][QS]તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ? [QE]
12. [QS]તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; [QE][QS]અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી. [QE]
13. [QS]અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, [QE][QS]પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે. [QE]
14. [QS]જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, [QE][QS]પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે. [QE]
15. [QS]જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, [QE][QS]પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે. [QE]
16. [QS]ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય [QE][QS]પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે. [QE]
17. [QS]વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં [QE][QS]પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે. [QE]
18. [QS]ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, [QE][QS]પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે. [QE]
19. [QS]આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, [QE][QS]પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે. [QE]
20. [QS]ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, [QE][QS]પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે. [QE]
21. [QS]અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, [QE][QS]પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે. [QE]
22. [QS]સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, [QE][QS]પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે. [QE]
23. [QS]પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; [QE][QS]અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે! [QE]
24. [QS]જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, [QE][QS]જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે. [QE]
25. [QS]યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, [QE][QS]પણ વિધવાની હદ તે કાયમ રાખશે. [QE]
26. [QS]દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે, [QE][QS]પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે. [QE]
27. [QS]જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, [QE][QS]પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે. [QE]
28. [QS]સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, [QE][QS]પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે. [QE]
29. [QS]યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, [QE][QS]પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે. [QE]
30. [QS]આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, [QE][QS]અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ બનાવે છે. [QE]
31. [QS]ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત [QE][QS]સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે. [QE]
32. [QS]શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, [QE][QS]પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે. [QE]
33. [QS]યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, [QE][QS]પહેલા દીનતા છે અને પછી માન છે. [QE]