1. [QS]જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, [QE][QS]પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી. [QE]
2. [QS]માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, [QE][QS]પણ કપટીનો જીવ જુલમ વેઠશે. [QE]
3. [QS]પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, [QE][QS]પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે. [QE]
4. [QS]આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, [QE][QS]પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે. [QE]
5. [QS]સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, [QE][QS]પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે. [QE]
6. [QS]નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; [QE][QS]પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે, [QE]
7. [QS]કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે [QE][QS]અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે. [QE]
8. [QS]દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, [QE][QS]પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી. [QE]
9. [QS]નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, [QE][QS]પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે. [QE]
10. [QS]અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; [QE][QS]પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે. [QE]
11. [QS]કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. [QE][QS]પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે. [QE]
12. [QS]આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, [QE][QS]પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે. [QE]
13. [QS]શિખામણને નકારનારનો નાશ થાય છે, [QE][QS]પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે. [QE]
14. [QS]જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, [QE][QS]જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે. [QE]
15. [QS]સારી સમજવાળાને કૃપા મળે છે, [QE][QS]પણ કપટીનો માર્ગ ખરબચડો છે. [QE]
16. [QS]પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; [QE][QS]પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. [QE]
17. [QS]દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, [QE][QS]પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે. [QE]
18. [QS]જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, [QE][QS]પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે. [QE]
19. [QS]ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, [QE][QS]પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે. [QE]
20. [QS]જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. [QE][QS]પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે. [QE]
21. [QS]પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, [QE][QS]પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે. [QE]
22. [QS]સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, [QE][QS]પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે. [QE]
23. [QS]ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, [QE][QS]પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે. [QE]
24. [QS]જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; [QE][QS]પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. [QE]
25. [QS]નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, [QE][QS]પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે. [QE]