1. [QS]જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, [QE][QS]પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે. [QE]
2. [QS]સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, [QE][QS]પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે. [QE]
3. [QS]માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ, [QE][QS]પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ. [QE]
4. [QS]સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, [QE][QS]પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે. [QE]
5. [QS]નેકીવાનના વિચાર ભલા હોય છે, [QE][QS]પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે. [QE]
6. [QS]દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, [QE][QS]પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે. [QE]
7. [QS]દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે, [QE][QS]પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે. [QE]
8. [QS]માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે, [QE][QS]પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે. [QE]
9. [QS]જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં [QE][QS]જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે. [QE]
10. [QS]ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે, [QE][QS]પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે. [QE]
11. [QS]પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; [QE][QS]પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે. [QE]
12. [QS]દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે, [QE][QS]પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે. [QE]
13. [QS]દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે, [QE][QS]પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે. [QE]
14. [QS]માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે [QE][QS]અને તેને તેના કામનો બદલો પાછો મળશે. [QE]
15. [QS]મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે, [QE][QS]પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. [QE]
16. [QS]મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, [QE][QS]પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે. [QE]
17. [QS]સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, [QE][QS]પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે. [QE]
18. [QS]અવિચારી વાણી તરવારની જેમ ઘા કરે છે [QE][QS]પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે. [QE]
19. [QS]જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે [QE][QS]અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે. [QE]
20. [QS]જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે, [QE][QS]પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે. [QE]
21. [QS]સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, [QE][QS]પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે. [QE]
22. [QS]યહોવાહ જૂઠાને ધિક્કારે છે, [QE][QS]પણ સત્યથી વર્તનારાઓ તેમને આનંદરૂપ છે. [QE]
23. [QS]ડાહ્યો પુરુષ ડહાપણને છુપાવે છે, [QE][QS]પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. [QE]
24. [QS]ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે, [QE][QS]પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે. [QE]
25. [QS]પોતાના મનની ચિંતાઓ માણસને ગમગીન બનાવે છે, [QE][QS]પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે. [QE]
26. [QS]નેકીવાન માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, [QE][QS]પણ દુષ્ટોનો માર્ગ તેને ગેરમાર્ગે દોરે છે. [QE]
27. [QS]આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી, [QE][QS]પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે. [QE]
28. [QS]નેકીના માર્ગમાં જીવન છે. [QE][QS]અને એ માર્ગમાં મરણ છે જ નહિ. [QE]