1. [PS]સુલેમાનનાં નીતિવચનો. [PE][QS]જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે [QE][QS]પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. [QE]
2. [QS]દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, [QE][QS]પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે. [QE]
3. [QS]યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ [QE][QS]પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે. [QE]
4. [QS]નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. [QE][QS]પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે. [QE]
5. [QS]ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે [QE][QS]પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે. [QE]
6. [QS]સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે, [QE][QS]પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે. [QE]
7. [QS]સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; [QE][QS]પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે. [QE]
8. [QS]જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે, [QE][QS]પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે. [QE]
9. [QS]જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, [QE][QS]પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે. [QE]
10. [QS]જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, [QE][QS]પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે. [QE]
11. [QS]સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, [QE][QS]પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે. [QE]
12. [QS]દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, [QE][QS]પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે. [QE]
13. [QS]જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, [QE][QS]જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે. [QE]
14. [QS]જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, [QE][QS]પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે. [QE]
15. [QS]દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; [QE][QS]પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે. [QE]
16. [QS]સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; [QE][QS]પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે. [QE]
17. [QS]જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, [QE][QS]પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે. [QE]
18. [QS]જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે [QE][QS]પણ ચાડી કરનાર મૂર્ખ છે. [QE]
19. [QS]ઘણું બોલવામાં દોષની અછત નથી, [QE][QS]પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે. [QE]
20. [QS]સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; [QE][QS]પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહું નીચું છે. [QE]
21. [QS]નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, [QE][QS]પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે. [QE]
22. [QS]યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે [QE][QS]અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. [QE]
23. [QS]દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે, [QE][QS]પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે. [QE]
24. [QS]દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, [QE][QS]પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે. [QE]
25. [QS]વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, [QE][QS]પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે. [QE]
26. [QS]જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, [QE][QS]તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે. [QE]
27. [QS]યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, [QE][QS]પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે. [QE]
28. [QS]સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, [QE][QS]પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે. [QE]
29. [QS]જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે, [QE][QS]પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે. [QE]
30. [QS]સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ, [QE][QS]પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ. [QE]
31. [QS]સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, [QE][QS]પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે. [QE]
32. [QS]સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. [QE][QS]પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે. [QE]