1. [QS]મને અફસોસ છે! [QE][QS]કેમ કે ઉનાળાનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, [QE][QS]એટલે દ્રાક્ષા વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષા જેવી મારી સ્થિતિ છે: [QE][QS]ત્યાં ફળની લૂમ મળશે નહિ, [QE][QS]પાકેલાં અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે. [QE]
2. [QS]પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી; [QE][QS]તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે [QE][QS]તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે. [QE]
3. [QS]તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. [QE][QS]સરદારો પૈસા માગે છે, [QE][QS]ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, [QE][QS]બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. [QE][QS]તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે. [QE]
4. [QS]તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; [QE][QS]જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, [QE][QS]તારા ચોકીદારે જણાવેલો એટલે, [QE][QS]તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. [QE][QS]હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે. [QE]
5. [QS]કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, [QE][QS]કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, [QE][QS]તું જે બોલે તે વિષે સાવધાન રહે [QE][QS]એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ. [QE]
6. [QS]કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. [QE][QS]દીકરી પોતાની માની સામી થાય છે, [QE][QS]વહુ પોતાની સાસુની સામી થાય છે; [QE][QS]માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે. [QE]
7. [QS]પણ હું તો યહોવાહ તરફ જોઈશ, [QE][QS]હું મારા ઉધ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; [QE][QS]મારા ઈશ્વર મારું સાંભળશે. [QE]
8. [QS]હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર; [QE][QS]જો હું પડી જાઉં, [QE][QS]તો પણ હું પાછો ઊઠીશ; [QE][QS]જો હું અંધકારમાં બેસું, [QE][QS]તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે. [QE]
9. [QS]તેઓ મારી તરફદારી કરશે [QE][QS]અને મને ન્યાય આપશે ત્યાં સુધી, [QE][QS]હું યહોવાહનો ક્રોધ સહન કરીશ, [QE][QS]કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. [QE][QS]તે મને બહાર અજવાળામાં લાવશે, [QE][QS]હું તેમનું ન્યાયીપણું જોઈશ. [QE]
10. [QS]ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, [QE][QS]“તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” [QE][QS]એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, [QE][QS]મારી આંખો તેઓને જોશે, [QE][QS]શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે. [QE]
11. [QS]જે દિવસે તારા કોટ બંધાશે, [QE][QS]તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે. [QE]
12. [QS]તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી [QE][QS]મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી, [QE][QS]તથા સમુદ્રથી સમુદ્ર સુધીના, [QE][QS]તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના, [QE][QS]લોકો તે દિવસે તારી પાસે આવશે. [QE]
13. [QS]તોપણ તેમાં રહેતા લોકોને કારણે, [QE][QS]તેઓનાં કર્મોના ફળને કારણે, [QE][QS]તે દેશો ઉજ્જડ થઈ જશે. [QE]
14. [QS]તારા વારસાનાં ટોળાં કે, [QE][QS]જેઓ એકાંતમાં રહે છે, [QE][QS]તેઓને તારી લાકડીથી, [QE][QS]કાર્મેલના જંગલમાં ચરાવ. [QE][QS]અગાઉના દિવસોની જેમ, [QE][QS]બાશાનમાં તથા ગિલયાદમાં પણ ચરવા દે. [QE]
15. [QS]મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, [QE][QS]હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ. [QE]
16. [QS]અન્ય પ્રજાઓ તે જોશે, [QE][QS]પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. [QE][QS]તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; [QE][QS]તેઓના કાન બહેરા થઈ જશે. [QE]
17. [QS]તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, [QE][QS]તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, [QE][QS]પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. [QE][QS]તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, [QE][QS]તેઓ તારાથી ડરશે. [QE]
18. [QS]તમારા જેવા ઈશ્વર કોણ છે? [QE][QS]તમે તો પાપ માફ કરો છો, [QE][QS]તમારા વારસાના બચેલા ભાગના, [QE][QS]અપરાધને દરગુજર કરો છો; [QE][QS]તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, [QE][QS]કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો. [QE]
19. [QS]તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો; [QE][QS]તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો. [QE][QS]તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો. [QE]
20. [QS]જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ, [QE][QS]તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને [QE][QS]ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો. [QE]