1. [QS]પણ પાછલા દિવસોમાં, [QE][QS]યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, [QE][QS]તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે. [QE][QS]અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે. [QE]
2. [QS]ઘણાં લોકો આવશે અને કહેશે કે, [QE][QS]“ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, [QE][QS]યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; [QE][QS]તે આપણને તેમના માર્ગો શીખવશે, [QE][QS]અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” [QE][QS]કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને [QE][QS]યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે. [QE]
3. [QS]તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે, [QE][QS]તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇન્સાફ કરશે. [QE][QS]તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે; [QE][QS]પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. [QE][QS]પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ [QE][QS]તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ. [QE]
4. [QS]પણ, તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે [QE][QS]તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. [QE][QS]કોઈ તેમને બીવડાવશે નહિ, [QE][QS]કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી આ વચન બોલાયું છે. [QE]
5. [QS]કેમ કે બધા લોકો, [QE][QS]એટલે પ્રત્યેક, પોતપોતાના દેવના નામ પર શ્રધ્ધા રાખીને ચાલશે. [QE][QS]પણ અમે સદાસર્વકાળ, [QE][QS]યહોવાહ અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું. [QE]
6. [QS]યહોવાહ કહે છે કે, “તે દિવસે” [QE][QS]“જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ [QE][QS]જેને મેં દુ:ખી કરીને કાઢી મૂકી છે, [QE][QS]તે પ્રજાને હું એકત્ર કરીશ. [QE]
7. [QS]અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ, [QE][QS]દૂર કાઢી મૂકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ, [QE][QS]અને યહોવાહ, સિયોનના પર્વત ઉપરથી તેઓના પર, [QE][QS]અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે. [QE]
8. [QS]હે, ટોળાંના બુરજ, [QE][QS]સિયોનની દીકરીના શિખર, [QE][QS]તે તારે ત્યાં આવશે- [QE][QS]એટલે અગાઉનું રાજ્ય, [QE][QS]યરુશાલેમની દીકરીનું રાજ્ય આવશે. [QE]
9. [QS]હવે તું શા માટે મોટેથી પોકારે છે? [QE][QS]તારામાં રાજા નથી? [QE][QS]શું તારો સલાહકાર નાશ પામ્યા છે કે, [QE][QS]પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તારા પર વેદના આવી પડી છે? [QE]
10. [QS]હે સિયોનની દીકરી, [QE][QS]પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ [QE][QS]તું પીડા પામ તથા [QE][QS]જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, [QE][QS]ખેતરમાં રહેશે, [QE][QS]બાબિલમાં પણ જશે; [QE][QS]ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે; [QE][QS]ત્યાં યહોવાહ તને [QE][QS]તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે. [QE]
11. [QS]હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે; [QE][QS]તેઓ કહે છે કે, 'તેને અશુદ્ધ કરીએ; [QE][QS]સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.'” [QE]
12. [QS]પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, [QE][QS]કે તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, [QE][QS]કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે. [QE]
13. [QS]યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, [QE][QS]કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, [QE][QS]તારી ખરીઓ કાંસાની બનાવીશ; [QE][QS]તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. [QE][QS]તું તેઓના અનુચિત ધનનું યહોવાહને, [QE][QS]તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.” [QE]