1. {ઈસુ પિલાતની સમક્ષ} PS હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
|
3. {યહૂદાનો આપઘાત} PS જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને;
|
4. કહ્યું કે, 'નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.' ત્યારે તેઓએ કહ્યું કે, 'તેમાં અમારે શું? તે તું જાણે.'
|
9. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 'જેનું મૂલ્ય ઠરાવવાંમાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા;
|
11. {પિલાત ઈસુને પ્રશ્નો પૂછે છે} PS અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'
|
15. {ઈસુને મૃત્યુની સજા} PS હવે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેવાનો રાજ્યપાલનો રિવાજ હતો.
|
17. તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, 'હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?'
|
19. જયારે ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, 'તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.' PEPS
|
21. પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, 'તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?' તેઓને કહ્યું કે 'બરાબાસને.'
|
22. પિલાતે તેઓને કહ્યું છે કે, 'તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?' સઘળાંએ તેને કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.' PEPS
|
23. ત્યારે તેણે કહ્યું, 'શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?' પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ઈસુને વધસ્તંભે જડાવો.
|
24. જયારે પિલાતે જોયું કે મારું કંઈ ચાલતું નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, 'એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; તે તમે પોતે જાણો.' PEPS
|
26. ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો. PS
|
27. {સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે} PS ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.
|
29. કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 'હે યહૂદીઓના રાજા, સલામ.' PEPS
|
31. તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા. PS
|
32. {ઈસુને ક્રૂસે જડ્યાં} PS તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
|
37. 'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું. PEPS
|
40. કહ્યું કે, 'અરે ભક્તિસ્થાનને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.' PEPS
|
42. 'તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. PEPS
|
43. તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, 'હું ઈશ્વરનો દીકરો છું.'
|
46. આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'
|
51. ત્યારે જુઓ, ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, ખડકો ફાટ્યા,
|
54. ત્યારે સૂબેદાર તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, 'ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.'
|
57. {ઈસુનું દફન} PS સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો,
|
60. અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકયો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
|
63. કહ્યું કે, 'સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, 'ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.'
|
64. માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે ઉત્થાન પામ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.' PEPS
|