પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
લૂક
1. {#1ઈશ્વરથી ન ડરતા ન્યાયાધીશ અને વિધવાનું દ્રષ્ટાંત } [PS]સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કંટાળવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,
2. 'એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો; [PE]
3. [PS]તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવીને કરગરતી હતી કે 'મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.'
4. કેટલીક મુદત સુધી તે [એમ કરવા] ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી,
5. તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.' [PE]
6. [PS]પ્રભુએ કહ્યું કે, 'એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.
7. (એ ન્યાયાધીશની માફક) ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?'
8. હું તમને કહું છું કે, 'તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?' [PE]
9. {#1પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદારનુ દ્રષ્ટાંત } [PS]કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
10. બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો. [PE]
11. [PS]ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, 'ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું.
12. અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.' [PE]
13. [PS]પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, 'ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.'
14. હું તમને કહું છું કે, 'પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઉચો કરવામાં આવશે.' [PE]
15. {#1નાનાં બાળકોને આશીર્વાદ } [PS]તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
16. તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
17. હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.' [PE]
18. {#1પાછો જતો રહેલો શ્રીમંત યુવાન } [PS]એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, 'ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?'
19. ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.
20. તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.'
21. તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.' [PE]
22. [PS]ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.'
23. પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. [PE]
24. [PS]ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
25. કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.' [PE]
26. [PS]તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?'
27. પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.' [PE]
28. [PS]પિતરે કહ્યું કે, 'જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.'
29. ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,
30. તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.' [PE]
31. {#1ઈસુએ ત્રીજી વખત પોતાના મૃત્યુની આગાહી કરી } [PS]ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.
32. કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;
33. વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.' [PE]
34.
35. [PS]પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ. [PE]{#1ઈસુ યરીખોના અંધ ભિખારીને દેખતો કરે છે } [PS]એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
36. ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, 'આ શું હશે?'
37. તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી પાસે થઈને જાય છે.' [PE]
38. [PS]તેણે બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.'
39. જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે 'ચૂપ રહે;' પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, 'દાઉદના દીકરા, મારા પર દયા કરો.' [PE]
40. [PS]ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
41. 'હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?' તેણે કહ્યું કે, 'પ્રભુ હું દ્રષ્ટિ પામું. [PE]
42. [PS]ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,'
43. અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની આભારસ્તુતિ કરી. [PE]

રેકોર્ડ

Total 24 પ્રકરણો, Selected પ્રકરણ 18 / 24
ઈશ્વરથી ન ડરતા ન્યાયાધીશ અને વિધવાનું દ્રષ્ટાંત 1 સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કંટાળવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે, 2 'એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો; 3 તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવીને કરગરતી હતી કે 'મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.' 4 કેટલીક મુદત સુધી તે *એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી, 5 તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.' 6 પ્રભુએ કહ્યું કે, 'એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7 (એ ન્યાયાધીશની માફક) ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?' 8 હું તમને કહું છું કે, 'તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?' પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદારનુ દ્રષ્ટાંત 9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, 10 બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો. 11 ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, 'ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું. 12 અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.' 13 પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, 'ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.' 14 હું તમને કહું છું કે, 'પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઉચો કરવામાં આવશે.' નાનાં બાળકોને આશીર્વાદ 15 તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.' પાછો જતો રહેલો શ્રીમંત યુવાન 18 એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, 'ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?' 19 ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 20 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.' 21 તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.' 22 ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.' 23 પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. 24 ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે! 25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.' 26 તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?' 27 પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.' 28 પિતરે કહ્યું કે, 'જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.' 29 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, 30 તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.' ઈસુએ ત્રીજી વખત પોતાના મૃત્યુની આગાહી કરી 31 ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે. 32 કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે; 33 વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.' 34 35 પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ. ઈસુ યરીખોના અંધ ભિખારીને દેખતો કરે છે એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો. 36 ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, 'આ શું હશે?' 37 તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી પાસે થઈને જાય છે.' 38 તેણે બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.' 39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે 'ચૂપ રહે;' પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, 'દાઉદના દીકરા, મારા પર દયા કરો.' 40 ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે, 41 'હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?' તેણે કહ્યું કે, 'પ્રભુ હું દ્રષ્ટિ પામું. 42 ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' 43 અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની આભારસ્તુતિ કરી.
Total 24 પ્રકરણો, Selected પ્રકરણ 18 / 24
×

Alert

×

Gujarati Letters Keypad References