1. [QS]પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! [QE][QS]તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. [QE][QS]પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. [QE]
2. [QS]પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. [QE][QS]તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; [QE][QS]તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે. [QE]
3. [QS]તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. [QE][QS]તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. [QE][QS]જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે. [QE]
4. [QS]શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. [QE][QS]જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. [QE][QS]સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે. [QE]
5. [QS]પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યા છે. [QE][QS]તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યો છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. [QE][QS]તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે. [QE]
6. [QS]જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. [QE][QS]યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે, [QE][QS]કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે. [QE]
7. [QS]પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. [QE][QS]તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. [QE][QS]જેમ પવિત્રસ્થાનને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે. [QE]
8. [QS]યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. [QE][QS]તેમણે તેનું માપ લઈને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. [QE][QS]તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે. [QE]
9. [QS]તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. [QE][QS]જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. [QE][QS]વળી તેમના પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન થતું નથી. [QE]
10. [QS]સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. [QE][QS]તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. [QE][QS]યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે. [QE][PBR]
11. [QS]રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. [QE][QS]મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, [QE][QS]કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે. [QE]
12. [QS]તેઓ પોતાની માતાઓને કહે છે, “રોટલી અને દ્રાક્ષારસ ક્યાં છે?” [QE][QS]નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, [QE][QS]તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે. [QE]
13. [QS]હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? [QE][QS]હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? [QE][QS]તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે? [QE]
14. [QS]તારા પ્રબોધકોએ તારે સારુ નિરર્થક તથા મુર્ખામીભર્યા દર્શનો જોયાં છે. [QE][QS]તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ, કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, [QE][QS]પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે. [QE]
15. [QS]જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. [QE][QS]તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, [QE][QS]“જે નગરને લોકો 'સુંદરતાની સંપૂર્ણતા' તથા 'આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?” [QE]
16. [QS]તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. [QE][QS]તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! [QE][QS]જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!” [QE]
17. [QS]યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. [QE][QS]દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, [QE][QS]તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે. [QE]
18. [QS]તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, [QE][QS]“હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; [QE][QS]પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે. [QE]
19. [QS]તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; [QE][QS]પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. [QE][QS]તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર.” [QE][PBR]
20. [QS]હે યહોવા, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. [QE][QS]શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? [QE][QS]શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય? [QE]
21. [QS]જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. [QE][QS]મારી કન્યાઓ તથા મારા યુવાનોને તરવારથી કાપી નાખવામાં આવ્યાં છે. [QE][QS]તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે. [QE]
22. [QS]જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે; [QE][QS]યહોવાહના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. [QE][QS]જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે. [QE]