1.
2. [PS]તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું: [PE][QS]“જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, [QE][QS]ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, [QE][QS]અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ! [QE]
3. [QS]'રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! [QE][QS]હું ઈશ્વર માટે ગાઈશ; [QE][QS]હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ. [QE]
4. [QS]ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, [QE][QS]જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, [QE][QS]ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી [QE][QS]અને વાદળોમાંથી પાણી પણ પડ્યું. [QE]
5. [QS]ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; [QE][QS]સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો. [QE]
6. [QS]આનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, [QE][QS]યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને [QE][QS]વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા. [QE]
7. [QS]ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં, [QE][QS]તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, [QE][QS]હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી. [QE]
8. [QS]તેઓએ નવા દેવોને પસંદ કર્યા [QE][QS]અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી; [QE][QS]ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો. [QE]
9. [QS]મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, [QE][QS]રાજીખુશીથી લોકો સમર્પિત થયા. [QE][QS]તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!
10. તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, [QE][QS]કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, [QE][QS]તમે તેનાં ગુણગાન ગાઓ. [QE]
11. [QS]તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, [QE][QS]ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના [QE][QS]રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. [QE][QS]“ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા. [QE]
12. [QS]જાગ, જાગ, હે દબોરા; [QE][QS]જાગ, જાગ, ગીત ગા! [QE][QS]હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા. [QE]
13. [QS]પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા; [QE][QS]ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા. [QE]
14. [QS]તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; [QE][QS]તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; [QE][QS]માખીરમાંથી અધિકારીઓ [QE][QS]અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા. [QE]
15. [QS]અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; [QE][QS]ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો; [QE][QS]તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. [QE][QS]રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી. [QE]
16. [QS]ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો? [QE][QS]રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ. [QE]
17. [QS]ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; [QE][QS]અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? [QE][QS]આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો [QE][QS]અને પોતાની ખાડીઓની પાસે રહ્યો. [QE]
18. [QS]ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા. [QE]
19. [QS]રાજાઓ આવીને લડ્યા, [QE][QS]ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં, [QE][QS]કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ. [QE]
20. [QS]આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, [QE][QS]તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું. [QE]
21. [QS]કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, [QE][QS]એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. [QE][QS]રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ! [QE]
22. [QS]ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા. [QE]
23. [QS]ઈશ્વરના દૂતે કહ્યું, 'મેરોઝને શાપ દો!' [QE][QS]'તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, [QE][QS]એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.' [QE]
24. [QS]હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે; [QE][QS]તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે. [QE]
25. [QS]તે માણસે પાણી માગ્યું, [QE][QS]ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી. [QE]
26. [QS]તેણે પોતાના હાથમાં મેખ લીધી અને [QE][QS]પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી; [QE][QS]અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો; [QE][QS]તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું [QE][QS]અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો. [QE]
27. [QS]તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો; [QE][QS]તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો. [QE]
28. [QS]સીસરાની માતાએ બારીમાંથી જોયું, [QE][QS]જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, [QE][QS]'તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? [QE][QS]તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?' [QE]
29. [QS]તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, [QE][QS]હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું, [QE]
30. [QS]'શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? [QE][QS]શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? [QE][QS]પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; [QE][QS]શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?' [QE]
31. [QS]હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, [QE][QS]પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. [QE][PS]ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. [PE]