1.
2. [PS]યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે; [PE][QS]હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો. [QE][QS]આ તમારા સમયમાં બન્યું છે કે, [QE][QS]તમારા પૂર્વજોના સમયમાં? [QE]
3. [QS]તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો, [QE][QS]અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે, [QE][QS]અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે. [QE]
4. [QS]જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; [QE][QS]તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; [QE][QS]અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે. [QE]
5. [QS]હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો; [QE][QS]સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો, [QE][QS]કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે. [QE]
6. [QS]એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે. [QE][QS]તે મારા દેશ પર ચઢી આવી છે. [QE][QS]એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે, [QE][QS]તેની દાઢો સિંહણની દાઢો જેવી છે. [QE]
7. [QS]તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે [QE][QS]અને મારી અંજીરી છોલી નાખી છે. [QE][QS]તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે [QE][QS]અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે. [QE]
8. [QS]જેમ કોઈ કુમારિકા પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો. [QE]
9. [QS]યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. [QE][QS]યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે. [QE]
10. [QS]ખેતરો લૂંટાઈ ગયાં છે, [QE][QS]ભૂમિ શોક કરે છે. [QE][QS]કેમ કે અનાજનો નાશ થયો છે. [QE][QS]નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે. [QE][QS]તેલ સુકાઈ જાય છે. [QE]
11. [QS]હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ. [QE][QS]હે દ્રાક્ષવાડીના માળીઓ, [QE][QS]ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો; [QE][QS]કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે. [QE]
12. [QS]દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે. [QE][QS]દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત, [QE][QS]ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે. [QE][QS]કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે. [QE]
13. [QS]હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો. [QE][QS]હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો. [QE][QS]હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો. [QE][QS]કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે. [QE]
14. [QS]પવિત્ર ઉપવાસ કરો. [QE][QS]અને ધાર્મિક સંમેલન ભરો, [QE][QS]વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને [QE][QS]તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો, [QE][QS]અને યહોવાહની આગળ વિલાપ કરો. [QE]
15. [QS]તે દિવસને માટે અફસોસ! [QE][QS]કેમ કે યહોવાહનો દિવસ નજીક છે. [QE][QS]તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે. [QE]
16. [QS]શું આપણી નજર સામેથી જ આપણું અન્ન નાશ થયું નથી? [QE][QS]આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ અને ઉત્સાહ જતાં રહ્યાં નથી? [QE]
17. [QS]જમીનના દગડાં નીચે બી સડી જાય છે. [QE][QS]અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે. [QE][QS]કોઠારો તોડી નાખવામાં આવ્યા છે. [QE][QS]કેમ કે અનાજ સુકાઈ ગયું છે. [QE]
18. [QS]પશુઓ કેવી ચીસો પાડે છે! [QE][QS]જાનવરોના ટોળાં નિસાસા નાખે છે. [QE][QS]કેમ કે તેમને માટે બિલકુલ ઘાસચારો રહ્યો નથી. [QE][QS]ઘેટાંનાં ટોળાંઓ નાશ પામે છે. [QE]
19. [QS]હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું. [QE][QS]કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે [QE][QS]અને અગ્નિની જ્વાળાઓએ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે. [QE]
20. [QS]હા, વનચર પશુઓ પણ હાંફીને તમને પોકારે છે, [QE][QS]કેમ કે પાણીના વહેળાઓ સુકાઈ ગયા છે, [QE][QS]અને અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યા છે. [QE]