1.
2. [PS]ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, [PE][QS]હા, ''હું જાણું છું કે એમ જ છે. [QE][QS]પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે? [QE]
3. [QS]જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે, [QE][QS]તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ. [QE]
4. [QS]ઈશ્વર જ્ઞાની તથા સર્વસમર્થ છે, [QE][QS]તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે? [QE]
5. [QS]તે પર્વતોને ખસેડે છે [QE][QS]અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી. [QE]
6. [QS]તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે. [QE][QS]અને તેના સ્થંભો કંપે છે. [QE]
7. [QS]તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, [QE][QS]અને જે તારાઓને ઢાંકી દે છે. [QE]
8. [QS]તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે, [QE][QS]અને સમુદ્રના મોજા પર ચાલે છે. [QE]
9. [QS]જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, [QE][QS]અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે. [QE]
10. [QS]ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે. [QE][QS]હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે. [QE]
11. [QS]જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી; [QE][QS]તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી. [QE]
12. [QS]તે પકડી લે તો તેમને કોણ રોકી શકે? [QE][QS]તેમને કોણ પૂછી શકે કે, 'તમે શું કરો છો?' [QE]
13. [QS]ઈશ્વર તેમનો કોપ પાછો ખેંચી નહિ લેશે; [QE][QS]અભિમાનીઓને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે. [QE]
14. [QS]ત્યારે તેમને ઉત્તર આપવાને, [QE][QS]તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું? [QE]
15. [QS]જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત; [QE][QS]હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત. [QE]
16. [QS]જો મેં તેમને બોલાવ્યા હોત અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, [QE][QS]તોપણ મને ખાતરી છે કે તે મારું સાંભળશે નહિ. [QE]
17. [QS]તે મને કચરી નાખવા તોફાન મોકલશે. [QE][QS]કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે. [QE]
18. [QS]તે મને શ્વાસ લેવા દેતા નથી, [QE][QS]પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરે છે. [QE]
19. [QS]જો આપણે બળ વિષે કહીએ કે, શા માટે તે બળવાન છે! [QE][QS]અને જો ન્યાય વિષે બોલીએ 'તો તે કહે છે, કે કોણ મને પ્રશ્ન પૂછી શકે?' [QE]
20. [QS]જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મુખે હું દોષિત ઠરીશ; [QE][QS]જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે. [QE]
21. [QS]હું સંપૂર્ણ છું, પણ મારી પોતાની પરવા કરતો નથી [QE][QS]હું મારા જીવનને ધિક્કારું છું. [QE]
22. [QS]પરંતુ દરેક વસ્તુ સરખી જ છે. તેથી હું કહું છું કે [QE][QS]તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ નાશ કરે છે. [QE]
23. [QS]જો ફટકાથી તત્કાળ મોત નીપજે, [QE][QS]તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે. [QE]
24. [QS]પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. [QE][QS]ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે. [QE][QS]જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે? [QE]
25. [QS]મારા દિવસો એક દોડવીર કરતાં પણ વધારે ઝડપી છે. [QE][QS]મારા દિવસો વેગે વહી રહ્યા છે અને તેમા કંઈ હિત નથી. [QE]
26. [QS]તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, [QE][QS]તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે. [QE]
27. [QS]જો હું એમ કહું કે 'હું મારા દુ:ખ વિષે ભૂલી જઈશ. [QE][QS]હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ. [QE]
28. [QS]હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. [QE][QS]હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો. [QE]
29. [QS]હું દોષિત જ ઠરવાનો છું; [QE][QS]તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું? [QE]
30. [QS]જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં [QE][QS]અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું, [QE]
31. [QS]તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે, [QE][QS]અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે. [QE]
32. [QS]કેમ કે તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, [QE][QS]કે, અમે તેના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ. [QE]
33. [QS]અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે, [QE][QS]જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે. [QE]
34. [QS]જો ઈશ્વર પોતાની સોટી મારા પરથી લઈ લે [QE][QS]અને તે મને ડરાવે નહિ. [QE]
35. [QS]તો હું તેમનો ડર રાખ્યા વગર બોલું. [QE][QS]પણ જેમ હમણાં છે તેમ, હું તે કરી શકું નહિ. [QE]