1. [QS]''શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? [QE][QS]શું તેના દિવસો મજૂરના જેવા નથી? [QE]
2. [QS]આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ. [QE][QS]અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ, [QE]
3. [QS]તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; [QE][QS]અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે. [QE]
4. [QS]સૂતી વેળાએ હું વિચારું છું કે, [QE][QS]'હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?' [QE][QS]સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું. [QE]
5. [QS]મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. [QE][QS]મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે. [QE]
6. [QS]મારા દિવસો વણકરના કાંઠલા કરતા વધુ ઝડપી છે, [QE][QS]અને આશા વિના તેનો અંત આવે છે. [QE]
7. [QS]યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; [QE][QS]મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી. [QE]
8. [QS]જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ; [QE][QS]તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ. [QE]
9. [QS]જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, [QE][QS]તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ. [QE]
10. [QS]તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ; [QE][QS]હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ. [QE]
11. [QS]માટે હું મારું મુખ બંધ નહિ રાખું; [QE][QS]મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; [QE][QS]મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ. [QE]
12. [QS]શું હું સમુદ્ર છું કે મહામચ્છ છું કે, [QE][QS]તમે મારો ચોકી-પહેરો રાખો છો? [QE]
13. [QS]જ્યારે હું એમ કહું છું કે, 'મારી પથારી મને શાંતિ આપશે, [QE][QS]મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,' [QE]
14. [QS]ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો [QE][QS]અને સંદર્શનોથી મને ગભરાવો છો. [QE]
15. [QS]ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને, [QE][QS]અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે. [QE]
16. [QS]મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી; [QE][QS]મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે. [QE]
17. [QS]મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો, [QE][QS]અને તમે તેના પર મન લગાડો, [QE]
18. [QS]રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો [QE][QS]અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો? [QE]
19. [QS]ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ? [QE][QS]હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો? [QE]
20. [QS]જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું? [QE][QS]તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે, [QE][QS]તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું? [QE]
21. [QS]તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? [QE][QS]હવે હું ધૂળમાં ભળી જઈશ; [QE][QS]તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.'' [QE]