1. પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે, [QBR]
2. ''અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, [QBR] અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું! [QBR]
3. કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. [QBR] તેથી મારું બોલવું અવિચારી હતું. [QBR]
4. કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, [QBR] અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; [QBR] ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે. [QBR]
5. શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? [QBR] અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે? [QBR]
6. શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? [QBR] અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય? [QBR]
7. હું તેને અડકવા માગતો નથી; [QBR] તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે. [QBR]
8. અરે, જો મારી વિનંતી સફળ થાય; [QBR] અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે! [QBR]
9. એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, [QBR] અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું! [QBR]
10. તેથી હજીયે મને દિલાસો થાય. [QBR] હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું, [QBR] કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી. [QBR]
11. મારું બળ શું છે કે હું સહન કરું? [QBR] અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું? [QBR]
12. શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? [QBR] શું મારું શરીર પિત્તળનું છે? [QBR]
13. શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, [QBR] શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી? [QBR]
14. નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; [QBR] રખેને તે સર્વશક્તિમાનને ત્યજી દે. [QBR]
15. પણ મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે. [QBR] એટલે લોપ થઈ જતાં ઝરણાં કે, [QBR]
16. જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. [QBR] અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે. [QBR]
17. તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; [QBR] અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે. [QBR]
18. તેઓની પાસે કાફલા જાય છે [QBR] અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે. [QBR]
19. તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, [QBR] શેબાના સંઘે તેઓની રાહ જોઈ. [QBR]
20. પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. [QBR] પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા. [QBR]
21. કેમ કે હવે તમે એવા જ છો; [QBR] મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો. [QBR]
22. શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?' [QBR] અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?' [QBR]
23. અથવા, 'મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?' [QBR] કે, 'જુલમીના હાથમાંથી મને છોડાવો?' [QBR]
24. મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; [QBR] અને મેં કરેલી ભૂલ મને બતાવો. [QBR]
25. સત્ય વચન કેવાં અસરકારક હોય છે! [QBR] પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો ? [QBR]
26. પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. [QBR] તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો? [QBR]
27. હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, [QBR] તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો. [QBR]
28. તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, [QBR] કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ. [QBR]
29. તો હવે કૃપા કરીને પાછા ફરો; કંઈ અન્યાય થવો ન જોઈએ; [QBR] હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે. [QBR]
30. શું મારી જીભમાં અન્યાય છે? [QBR] શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?'' [PE]