1. [QS]''હવે હાંક માર ; તને જવાબ આપનાર કોઈ છે ખરું? [QE][QS]તું હવે ક્યા દૂતને શરણે જશે? [QE]
2. [QS]કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે; [QE][QS]ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે. [QE]
3. [QS]મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે, [QE][QS]પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો. [QE]
4. [QS]તેનાં સંતાનો સહીસલામત નથી, [QE][QS]તેઓ ભાગળમાં કચડાય છે. [QE][QS]અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી. [QE]
5. [QS]તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે, [QE][QS]વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે. [QE]
6. [QS]કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. [QE][QS]અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી. [QE]
7. [QS]પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે. [QE][QS]તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે. [QE]
8. [QS]છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું. [QE]
9. [QS]તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે [QE][QS]તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે. [QE]
10. [QS]તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે, [QE][QS]અને ખેતરોમાં જળ પહોંચાડે છે. [QE]
11. [QS]તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે; [QE][QS]તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે. [QE]
12. [QS]તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, [QE][QS]જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી. [QE]
13. [QS]કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે. [QE][QS]અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે. [QE]
14. [QS]ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે, [QE][QS]અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે. [QE]
15. [QS]પણ તે લાચારને તેઓની તરવારથી [QE][QS]અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. [QE]
16. [QS]તેથી ગરીબને આશા રહે છે, [QE][QS]અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે. [QE]
17. [QS]જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે, [QE][QS]માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ. [QE]
18. [QS]કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; [QE][QS]તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે. [QE]
19. [QS]છ સંકટમાંથી તે તને બચાવશે, [QE][QS]હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ. [QE]
20. [QS]તે તને દુકાળમાં મૃત્યુમાંથી; [QE][QS]અને યુદ્ધમાં તરવારના ત્રાસમાંથી બચાવી લેશે. [QE]
21. [QS]જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે. [QE][QS]અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ. [QE]
22. [QS]વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. [QE][QS]અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ. [QE]
23. [QS]તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે. [QE][QS]પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ. [QE]
24. [QS]તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે. [QE][QS]અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ. [QE]
25. [QS]તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે, [QE][QS]અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે. [QE]
26. [QS]જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે. [QE][QS]તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ. [QE]
27. [QS]જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; [QE][QS]તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.'' [QE]