1. ''હવે હાંક માર ; તને જવાબ આપનાર કોઈ છે ખરું? [QBR] તું હવે ક્યા દૂતને શરણે જશે? [QBR]
2. કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે; [QBR] ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે. [QBR]
3. મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે, [QBR] પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો. [QBR]
4. તેનાં સંતાનો સહીસલામત નથી, [QBR] તેઓ ભાગળમાં કચડાય છે. [QBR] અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી. [QBR]
5. તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે, [QBR] વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે. [QBR]
6. કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. [QBR] અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી. [QBR]
7. પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે. [QBR] તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે. [QBR]
8. છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું. [QBR]
9. તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે [QBR] તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે. [QBR]
10. તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે, [QBR] અને ખેતરોમાં જળ પહોંચાડે છે. [QBR]
11. તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે; [QBR] તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે. [QBR]
12. તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, [QBR] જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી. [QBR]
13. કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે. [QBR] અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે. [QBR]
14. ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે, [QBR] અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે. [QBR]
15. પણ તે લાચારને તેઓની તરવારથી [QBR] અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. [QBR]
16. તેથી ગરીબને આશા રહે છે, [QBR] અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે. [QBR]
17. જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે, [QBR] માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ. [QBR]
18. કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; [QBR] તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે. [QBR]
19. છ સંકટમાંથી તે તને બચાવશે, [QBR] હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ. [QBR]
20. તે તને દુકાળમાં મૃત્યુમાંથી; [QBR] અને યુદ્ધમાં તરવારના ત્રાસમાંથી બચાવી લેશે. [QBR]
21. જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે. [QBR] અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ. [QBR]
22. વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. [QBR] અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ. [QBR]
23. તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે. [QBR] પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ. [QBR]
24. તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે. [QBR] અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ. [QBR]
25. તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે, [QBR] અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે. [QBR]
26. જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે. [QBR] તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ. [QBR]
27. જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; [QBR] તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.'' [PE]