1.
2. [PS]પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે, [PE][QS]“અજ્ઞાની શબ્દોથી [QE][QS]ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે? [QE]
3. [QS]બળવાનની માફક તારી કમર બાંધ; [QE][QS]કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે. [QE]
4. [QS]જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? [QE][QS]તું બહુ સમજે છે તો આ મને જણાવ. [QE]
5. [QS]પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે. [QE][QS]અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી? [QE]
6. [QS]શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે? [QE][QS]તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે? [QE]
7. [QS]કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, [QE][QS]અને સર્વ દૂતોએ આનંદથી પોકાર કર્યો? [QE][PBR]
8. [QS]જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને [QE][QS]રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા? [QE]
9. [QS]જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, [QE][QS]અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો. [QE]
10. [QS]મેં તેની બાજુઓની હદ બનાવી, [QE][QS]અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી, [QE]
11. [QS]મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ; [QE][QS]અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.' [QE]
12. [QS]શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે? [QE][QS]સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો? [QE]
13. [QS]માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, [QE][QS]તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે. [QE]
14. [QS]જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે; [QE][QS]સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે. [QE]
15. [QS]દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે; [QE][QS]અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે. [QE][PBR]
16. [QS]તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે? [QE][QS]તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે? [QE]
17. [QS]શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે? [QE][QS]શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે? [QE]
18. [QS]તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? [QE][QS]આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે. [QE]
19. [QS]પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? [QE][QS]અંધકારનું સ્થાન ક્યાં છે? [QE]
20. [QS]શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે? [QE][QS]શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે? [QE]
21. [QS]આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; [QE][QS]અને તારા આયુષ્યના દિવસો લાંબા છે! [QE]
22. [QS]શું તું બરફના ભંડારોમાં ગયો છે, [QE][QS]અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે, [QE]
23. [QS]આ સર્વ બાબતો આફતના સમયને માટે, [QE][QS]અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે. [QE]
24. [QS]જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે [QE][QS]તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે? [QE]
25. [QS]વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? [QE][QS]ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે? [QE]
26. [QS]જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, [QE][QS]એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે, [QE]
27. [QS]જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય, [QE][QS]જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે. [QE]
28. [QS]શું વરસાદનો કોઈ પિતા છે? [QE][QS]ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે? [QE]
29. [QS]કોના ગર્ભમાંથી હિમ આવે છે? [QE][QS]આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે? [QE]
30. [QS]પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે; [QE][QS]અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે. [QE]
31. [QS]આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? [QE][QS]શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે? [QE]
32. [QS]શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? [QE][QS]શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે? [QE]
33. [QS]શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? [QE][QS]શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે? [QE]
34. [QS]શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, [QE][QS]કે જેથી પુષ્કળ વરસાદ આવે? [QE]
35. [QS]શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે, [QE][QS]તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?' [QE]
36. [QS]વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે? [QE][QS]અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે? [QE]
37. [QS]કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે? [QE][QS]કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે [QE]
38. [QS]જેથી ધરતી પર સર્વત્ર ધૂળ [QE][QS]અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે? [QE]
39. [QS]શું તું સિંહણને માટે શિકાર પકડી શકે, [QE][QS]અથવા તો શું તમે સિંહણના બચ્ચાની ભૂખને સંતોષી શકે છે? [QE]
40. [QS]જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે [QE][QS]અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે? [QE]
41. [QS]જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે [QE][QS]અને ઈશ્વરને પોકાર કરે છે [QE][QS]ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે? [QE]