1. પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે, [QBR]
2. “અજ્ઞાની શબ્દોથી [QBR] ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે? [QBR]
3. બળવાનની માફક તારી કમર બાંધ; [QBR] કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે. [QBR]
4. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? [QBR] તું બહુ સમજે છે તો આ મને જણાવ. [QBR]
5. પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે. [QBR] અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી? [QBR]
6. શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે? [QBR] તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે? [QBR]
7. કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, [QBR] અને સર્વ દૂતોએ આનંદથી પોકાર કર્યો? [QBR]
8. જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને [QBR] રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા? [QBR]
9. જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, [QBR] અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો. [QBR]
10. મેં તેની બાજુઓની હદ બનાવી, [QBR] અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી, [QBR]
11. મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ; [QBR] અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.' [QBR]
12. શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે? [QBR] સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો? [QBR]
13. માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, [QBR] તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે. [QBR]
14. જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે; [QBR] સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે. [QBR]
15. દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે; [QBR] અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે. [QBR]
16. તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે? [QBR] તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે? [QBR]
17. શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે? [QBR] શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે? [QBR]
18. તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? [QBR] આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે. [QBR]
19. પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? [QBR] અંધકારનું સ્થાન ક્યાં છે? [QBR]
20. શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે? [QBR] શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે? [QBR]
21. આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; [QBR] અને તારા આયુષ્યના દિવસો લાંબા છે! [QBR]
22. શું તું બરફના ભંડારોમાં ગયો છે, [QBR] અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે, [QBR]
23. આ સર્વ બાબતો આફતના સમયને માટે, [QBR] અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે. [QBR]
24. જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે [QBR] તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે? [QBR]
25. વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? [QBR] ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે? [QBR]
26. જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, [QBR] એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે, [QBR]
27. જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય, [QBR] જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે. [QBR]
28. શું વરસાદનો કોઈ પિતા છે? [QBR] ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે? [QBR]
29. કોના ગર્ભમાંથી હિમ આવે છે? [QBR] આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે? [QBR]
30. પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે; [QBR] અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે. [QBR]
31. આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? [QBR] શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે? [QBR]
32. શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? [QBR] શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે? [QBR]
33. શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? [QBR] શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે? [QBR]
34. શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, [QBR] કે જેથી પુષ્કળ વરસાદ આવે? [QBR]
35. શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે, [QBR] તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?' [QBR]
36. વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે? [QBR] અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે? [QBR]
37. કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે? [QBR] કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે [QBR]
38. જેથી ધરતી પર સર્વત્ર ધૂળ [QBR] અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે? [QBR]
39. શું તું સિંહણને માટે શિકાર પકડી શકે, [QBR] અથવા તો શું તમે સિંહણના બચ્ચાની ભૂખને સંતોષી શકે છે? [QBR]
40. જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે [QBR] અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે? [QBR]
41. જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે [QBR] અને ઈશ્વરને પોકાર કરે છે [QBR] ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે? [PE]