1.
2. [PS]અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે: [PE][QS]“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; [QE][QS]અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.” [QE]
3. [QS]જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે [QE][QS]તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે. [QE]
4. [QS]આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ [QE][QS]આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ. [QE]
5. [QS]કારણ કે અયૂબે કહ્યું છે કે, 'હું ન્યાયી છું, [QE][QS]અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે. [QE]
6. [QS]હું ન્યાયી છું છતાં હું જૂઠાબોલા તરીકે ગણાઉં છું. [QE][QS]મારા જખમ જીવલેણ છે; છતાં પણ હું પાપ વિનાનો છું.' [QE]
7. [QS]અયૂબના જેવો માણસ કોણ છે, [QE][QS]કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે, [QE]
8. [QS]તે દુષ્ટતા કરનારા લોકોની સંગતમાં રહે છે, [QE][QS]અને તે દુષ્ટ લોકોની સાથે ફરે છે. [QE]
9. [QS]તેણે કહ્યું છે કે, 'ઈશ્વર જે ઇચ્છે છે તે કરવામાં [QE][QS]માણસને કોઈ ફાયદો નથી.' [QE][PBR]
10. [QS]તેથી હે શાણા માણસો, મારું સાંભળો: [QE][QS]ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ; [QE][QS]અને સર્વશક્તિમાન કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ. [QE]
11. [QS]કારણ કે તે વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો આપે છે; [QE][QS]તેઓ દરેક માણસને તેનો બદલો આપશે. [QE]
12. [QS]ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, [QE][QS]અથવા સર્વશક્તિમાન કદાપિ અન્યાય કરે નહિ. [QE]
13. [QS]કોણે તેમને પૃથ્વીની જવાબદારી આપી છે? [QE][QS]કોણે તેમને દરેક વસ્તુઓ પર સત્તા આપી છે? [QE]
14. [QS]જો તે માત્ર પોતાના જ ઇરાદા પાર પાડે [QE][QS]જો ઈશ્વર પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે, [QE]
15. [QS]તો સર્વ માણસો નાશ પામે; [QE][QS]અને માણસ જાત ફરી પાછી ધૂળ ભેગી થઈ જાય. [QE][PBR]
16. [QS]જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો; [QE][QS]મારા શબ્દો ધ્યાનમાં રાખો. [QE]
17. [QS]જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે? [QE][QS]ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ? [QE]
18. [QS]ઈશ્વર કદી રાજાને કહે છે કે, 'તું નકામો છે,' [QE][QS]અથવા રાજકુમારોને કહે છે કે, 'તમે દુષ્ટ છો?' [QE]
19. [QS]ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી [QE][QS]અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી, [QE][QS]કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે. [QE]
20. [QS]એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે; [QE][QS]મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે; [QE][QS]મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ. [QE][PBR]
21. [QS]કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે; [QE][QS]તે તેની સઘળી વર્તણૂક જુએ છે. [QE]
22. [QS]દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ [QE][QS]પડદો કે અંધકાર નથી. [QE]
23. [QS]કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી; [QE][QS]કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી. [QE]
24. [QS]ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; [QE][QS]તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે. [QE]
25. [QS]આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે; [QE][QS]તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે. [QE]
26. [QS]દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે [QE]
27. [QS]કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે [QE][QS]અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે. [QE]
28. [QS]આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે; [QE][QS]તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે. [QE]
29. [QS]જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે? [QE][QS]પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે? [QE][QS]તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે, [QE]
30. [QS]કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ, [QE][QS]એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ. [QE]
31. [QS]શું કોઈએ ઇશ્વરને એમ કહ્યું છે કે, [QE][QS]'હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ; [QE]
32. [QS]હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ; [QE][QS]મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.' [QE]
33. [QS]તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે? [QE][QS]એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ. [QE][QS]માટે જે કંઈ તું જાણે છે તે કહે. [QE]
34. [QS]ડાહ્યો માણસ મને કહેશે, [QE][QS]ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે, [QE]
35. [QS]'અયૂબ જ્ઞાન વગર બોલે છે; [QE][QS]તેના શબ્દો ડહાપણ વિનાના છે.' [QE]
36. [QS]દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની [QE][QS]અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું! [QE]
37. [QS]“કેમ કે તે પોતાનાં પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે; [QE][QS]તે આપણી મધ્યે અપમાન કરીને તાળીઓ પાડે છે; [QE][QS]તે ઈશ્વરની વિરુદ્ધ લાંબી વાતો કરે છે.” [QE]