1. [QS]પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, [QE][QS]તેઓ આજે મારી હાંસી કરે છે. [QE]
2. [QS]હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે [QE][QS]તેઓના બાહુબળથી મને શો લાભ થાય? [QE]
3. [QS]દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; [QE][QS]ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે. [QE]
4. [QS]તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે [QE][QS]અને છોડનાં મૂળિયાં ખાય છે. [QE]
5. [QS]તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. [QE][QS]ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે. [QE]
6. [QS]તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, [QE][QS]અને ખાડાઓમાં પડી રહે છે. [QE]
7. [QS]તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે; [QE][QS]તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે. [QE]
8. [QS]તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. [QE][QS]દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. [QE]
9. [QS]હવે તે માણસો મારી મશ્કરી કરે છેે. [QE][QS]હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું. [QE]
10. [QS]તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. [QE][QS]મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી. [QE]
11. [QS]કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે. [QE][QS]અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે. [QE]
12. [QS]મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; [QE][QS]તેઓ મને દૂર હાંકી કાઢે છે અને [QE][QS]મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે. [QE]
13. [QS]તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. [QE][QS]મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી. [QE]
14. [QS]તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. [QE][QS]તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે. [QE]
15. [QS]મારા માથે વિનાશ આવી પડ્યો છે. [QE][QS]તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે. [QE][QS]મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે. [QE]
16. [QS]હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે [QE][QS]ઘણાં દુ:ખોના દિવસોએ મને ઘેરી લીધો છે. [QE]
17. [QS]રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે, [QE][QS]પીડા મને સતાવવાનું છોડતી નથી. [QE]
18. [QS]મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે. [QE][QS]મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે. [QE]
19. [QS]ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. [QE][QS]હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું. [QE]
20. [QS]હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. [QE][QS]હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી. [QE]
21. [QS]તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો. [QE][QS]તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો. [QE]
22. [QS]તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો; [QE][QS]તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો. [QE]
23. [QS]હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, [QE][QS]એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો. [QE]
24. [QS]મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે? [QE][QS]તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે? [QE]
25. [QS]શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી? [QE][QS]કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી? [QE]
26. [QS]મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી [QE][QS]મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું. [QE]
27. [QS]મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી. [QE][QS]મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે. [QE]
28. [QS]હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, [QE][QS]હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું. [QE]
29. [QS]હું શિયાળોનો ભાઈ [QE][QS]અને શાહમૃગોનો સાથી થયો છું. [QE]
30. [QS]મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. [QE][QS]ગરમીથી મારાં હાડકાં બળી જાય છે. [QE]
31. [QS]તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, [QE][QS]મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે. [QE]