1.
2. [PS]એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો. [PE][QS]અયૂબે કહ્યું; [QE]
3. [QS]''જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે; [QE]
4. [QS]તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, [QE][QS]તે દિવસે અજવાળું ન થાઓ. [QE]
5. [QS]તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ; [QE][QS]તે પર વાદળ ઠરી રહો; [QE][QS]તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો. [QE]
6. [QS]તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, [QE][QS]વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, [QE][QS]મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય. [QE]
7. [QS]તે રાત્રી એકલવાયી થઈ રહો, [QE][QS]તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ. [QE]
8. [QS]તે દિવસને શાપ દેનારા, [QE][QS]તથા જેઓ વિકરાળ પ્રાણી જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો. [QE]
9. [QS]તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, [QE][QS]તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; [QE][QS]તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ. [QE]
10. [QS]કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. [QE][QS]અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ. [QE]
11. [QS]હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો? [QE][QS]જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો? [QE]
12. [QS]તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો. [QE][QS]અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું? [QE]
13. [QS]કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, [QE][QS]હું ઊંઘતો હોત અને મને આરામ હોત. [QE]
14. [QS]પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ, [QE][QS]પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં; [QE]
15. [QS]જે ઉમરાવો સોનાના માલિક હતા, [QE][QS]તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે, [QE]
16. [QS]કદાચ હું અધૂરો ગર્ભ હોત, [QE][QS]તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ; [QE]
17. [QS]ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે [QE][QS]ત્યાં થાકેલાં આરામ પામે છે. [QE]
18. [QS]ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. [QE][QS]ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી. [QE]
19. [QS]બધા જ લોકો ત્યાં સમાન છે. [QE][QS]ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે. [QE]
20. [QS]દુ:ખી આત્માવાળાને પ્રકાશ, [QE][QS]અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે? [QE]
21. [QS]તેઓ મરવાની ઇચ્છા રાખે છે. [QE][QS]છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી. [QE]
22. [QS]જ્યારે તેઓ કબરમાં જાય છે, [QE][QS]ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે. [QE]
23. [QS]જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, [QE][QS]અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે? [QE]
24. [QS]કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે. [QE][QS]અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે. [QE]
25. [QS]કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. [QE][QS]જેનો મને ભય છે તે જ મને મળે છે. [QE]
26. [QS]મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી; [QE][QS]પણ વેદના આવી પડ્યા કરે છે.'' [QE]