1.
2. [PS]અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે, [PE][QS]''અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, [QE][QS]અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું! [QE]
3. [QS]ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો [QE][QS]અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. [QE]
4. [QS]જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! [QE][QS]ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી, [QE]
5. [QS]તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા [QE][QS]અને મારાં સંતાનો મારી આસપાસ હતાં. [QE]
6. [QS]તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, [QE][QS]અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા! [QE]
7. [QS]ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, [QE][QS]ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. [QE]
8. [QS]યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, [QE][QS]અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા. [QE]
9. [QS]સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા [QE][QS]અને મોં પર તેઓના હાથ મૂકતા. [QE]
10. [QS]અમીરો બોલતા બંધ થઈ જતા, [QE][QS]તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી. [QE]
11. [QS]કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. [QE][QS]અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા [QE]
12. [QS]કેમ કે રડતાં ગરીબોને [QE][QS]તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો, [QE]
13. [QS]જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; [QE][QS]વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો. [QE]
14. [QS]મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, [QE][QS]મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો. [QE]
15. [QS]હું અંધજનોની આંખ સમાન હતો; [QE][QS]હું અપંગ માટે પગ સમાન હતો. [QE]
16. [QS]ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. [QE][QS]જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો. [QE]
17. [QS]હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; [QE][QS]હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો. [QE]
18. [QS]ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. [QE][QS]મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે. [QE]
19. [QS]મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે [QE][QS]અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે. [QE]
20. [QS]મારું ગૌરવ મારામાં તાજું છે. [QE][QS]અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે. [QE]
21. [QS]લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, [QE][QS]તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા. [QE]
22. [QS]મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. [QE][QS]કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી. [QE]
23. [QS]તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; [QE][QS]અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા. [QE]
24. [QS]જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; [QE][QS]મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ. [QE]
25. [QS]હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; [QE][QS]હું સરદાર તરીકે બિરાજતો, [QE][QS]અને સૈન્યમાં રાજાની જેમ રહેતો. [QE]