1. [PS]રૂપાને માટે ખાણ હોય છે, [PE][QS]અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે. [QE]
2. [QS]લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, [QE][QS]અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે. [QE]
3. [QS]માણસ અંધકારને ભેદે છે, [QE][QS]અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, [QE][QS]છેક છેડાથી શોધી કાઢે છે. [QE]
4. [QS]માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. [QE][QS]ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, [QE][QS]તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે. [QE]
5. [QS]ધરતીમાંથી અનાજ ઊગે છે [QE][QS]અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે. [QE]
6. [QS]તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, [QE][QS]અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે. [QE]
7. [QS]કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી. [QE][QS]બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી. [QE]
8. [QS]વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. [QE][QS]મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી. [QE]
9. [QS]તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. [QE][QS]તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે. [QE]
10. [QS]તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, [QE][QS]અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે. [QE]
11. [QS]તે નદીઓને વહેતી બંધ કરે છે [QE][QS]અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે. [QE]
12. [QS]પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? [QE][QS]અને સમજશકિતનું સ્થળ ક્યાં છે? [QE]
13. [QS]મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; [QE][QS]પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી. [QE]
14. [QS]ઊંડાણ કહે છે, 'તે મારી પાસે નથી;' [QE][QS]મહાસાગરો કહે છે, 'તે મારી પાસે નથી.' [QE]
15. [QS]તે સોનાથી ખરીદી શકાય નહિ. [QE][QS]તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી. [QE]
16. [QS]ઓફીરના સોનાને ધોરણે કે [QE][QS]મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ. [QE]
17. [QS]સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી. [QE][QS]કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ. [QE]
18. [QS]પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; [QE][QS]જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે. [QE]
19. [QS]કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, [QE][QS]શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ. [QE]
20. [QS]ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? [QE][QS]અને સમજશકિતનું સ્થળ ક્યાં છે? [QE]
21. [QS]કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે. [QE][QS]આકાશનાં પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે. [QE]
22. [QS]વિનાશ તથા મૃત્યુ કહે છે, [QE][QS]'અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.' [QE]
23. [QS]ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, [QE][QS]અને તે જ તેનું સ્થળ જાણે છે. [QE]
24. [QS]કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, [QE][QS]આકાશની નીચે તે બધું જોઈ શકે છે. [QE]
25. [QS]ઈશ્વર પવનનું વજન કરે છે, [QE][QS]હા, તે પાણીને માપથી માપી નાખે છે. [QE]
26. [QS]જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, [QE][QS]અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો, [QE]
27. [QS]તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું; [QE][QS]તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું. [QE]
28. [QS]ઈશ્વરે માણસને કહ્યું, [QE][QS]જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; [QE][QS]દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.''' [QE]