1.
2. [PS]અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે, [PE][QS]''ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, [QE][QS]સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે, [QE]
3. [QS]જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, [QE][QS]ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે, [QE]
4. [QS]નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; [QE][QS]મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે. [QE]
5. [QS]હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો; [QE][QS]હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ. [QE]
6. [QS]હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ [QE][QS]મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી. [QE]
7. [QS]મારા શત્રુને દુષ્ટની જેમ; [QE][QS]મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ. [QE]
8. [QS]જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે, [QE][QS]તો પછી તેને શી આશા રહે? [QE]
9. [QS]જયારે તેના પર દુ:ખ આવી પડશે [QE][QS]ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે? [QE]
10. [QS]શું તે સર્વશકિતમાનથી આનંદ માનશે. [QE][QS]અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે? [QE]
11. [QS]ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. [QE][QS]સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ. [QE]
12. [QS]જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે; [QE][QS]છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો? [QE]
13. [QS]ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, [QE][QS]તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે [QE]
14. [QS]જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. [QE][QS]અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે. [QE]
15. [QS]તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે. [QE][QS]અને તેની વિધવા શોક કરશે નહિ. [QE]
16. [QS]જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, [QE][QS]અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે, [QE]
17. [QS]તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે, [QE][QS]અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે. [QE]
18. [QS]કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ, [QE][QS]તે પોતાનું ઘર બાંધે છે. [QE]
19. [QS]તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ; [QE][QS]પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે. [QE]
20. [QS]રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; [QE][QS]રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે. [QE]
21. [QS]પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે; [QE][QS]તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે. [QE]
22. [QS]કેમ કે ઈશ્વર તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; [QE][QS]તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે. [QE]
23. [QS]તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; [QE][QS]તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે. [QE]