1. ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે, [QBR]
2. ''શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? [QBR] શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે? [QBR]
3. તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? [QBR] તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો? [QBR]
4. શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે [QBR] અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે? [QBR]
5. શું તારી દુષ્ટતા ઘણી નથી? [QBR] તારા અન્યાય તો પાર વિનાના છે. [QBR]
6. કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; [QBR] અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે. [QBR]
7. તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; [QBR] તમે ભૂખ્યાને રોટલી આપી નથી, [QBR]
8. જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. [QBR] અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો. [QBR]
9. તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; [QBR] અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. [QBR]
10. તેથી તારી ચારેતરફ ફાંસલો છે, [QBR] અને અણધારી આફત તને ડરાવી મૂકે છે; [QBR]
11. જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, [QBR] અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે. [QBR]
12. શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? [QBR] તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે? [QBR]
13. તું કહે છે, ઈશ્વર શું જાણે છે? [QBR] શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે? [QBR]
14. ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; [QBR] અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.' [QBR]
15. જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, [QBR] તેને શું તું વળગી રહીશ? [QBR]
16. તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, [QBR] તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો. [QBR]
17. તેઓ ઈશ્વરને કહેતા હતા કે, 'અમારાથી દૂર ચાલ્યા જાઓ;' [QBR] તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?' [QBR]
18. તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; [QBR] પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે. [QBR]
19. ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; [QBR] અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે. [QBR]
20. તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; [QBR] અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.' [QBR]
21. હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; [QBR] જેથી તારું ભલું થશે. [QBR]
22. કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ [QBR] અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ. [QBR]
23. જો તું સર્વશક્તિમાન પાસે પાછો વળે તો તું સ્થિર થશે, [QBR] અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. [QBR]
24. જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, [QBR] અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે. [QBR]
25. તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, [QBR] અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે. [QBR]
26. તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે; [QBR] અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે. [QBR]
27. તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; [QBR] અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. [QBR]
28. વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; [QBR] તારા માર્ગમાં પ્રકાશ પડશે. [QBR]
29. ઈશ્વર અભિમાનીને પાડે છે, [QBR] અને નમ્રને તેઓ બચાવે છે. [QBR]
30. જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, [QBR] તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.'' [PE]