1.
2. [PS]પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું; [PE][QS]''હું જે કહું તે ધ્યાનથી સાંભળો, [QE][QS]અને મને દિલાસો આપો. [QE]
3. [QS]મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; [QE][QS]પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો. [QE]
4. [QS]શું મારી ફરિયાદ માણસ સામે છે? [QE][QS]હું શા માટે અધીરો ના થાઉં? [QE]
5. [QS]મારી સામે જોઈને આશ્ચર્ય પામો, [QE][QS]અને તમારો હાથ તમારા મુખ પર મૂકો. [QE]
6. [QS]હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, [QE][QS]હું ભયથી ધ્રૂજી ઊઠું છું. [QE]
7. [QS]શા માટે દુર્જનો લાંબુ જીવે છે? [QE][QS]શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે? [QE]
8. [QS]દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. [QE][QS]દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે. [QE]
9. [QS]તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; [QE][QS]અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી. [QE]
10. [QS]તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; [QE][QS]તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી. [QE]
11. [QS]તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. [QE][QS]તેઓનાં સંતાનો નાચે છે. [QE]
12. [QS]તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, [QE][QS]અને વાંસળીના અવાજથી આનંદ પામે છે. [QE]
13. [QS]તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, [QE][QS]અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. [QE]
14. [QS]તેઓ ઈશ્વરને કહે છે, 'અમારાથી દૂર જાઓ [QE][QS]કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી. [QE]
15. [QS]તેઓ કહે છે, સર્વશક્તિમાન કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? [QE][QS]તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય? [QE]
16. [QS]જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? [QE][QS]દુષ્ટોની સલાહ મારાથી દૂર છે. [QE]
17. [QS]દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? [QE][QS]અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? [QE][QS]ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે? [QE]
18. [QS]તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા [QE][QS]વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે? [QE]
19. [QS]તમે કહો છો કે, 'ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;' [QE][QS]તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે. [QE]
20. [QS]તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, [QE][QS]અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો તેને જ પીવા દો. [QE]
21. [QS]તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, [QE][QS]તે કુટુંબમાં શો આનંદ રહે છે? [QE]
22. [QS]શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? [QE][QS]ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે. [QE]
23. [QS]માણસ પૂરજોરમાં, [QE][QS]તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે. [QE]
24. [QS]તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. [QE][QS]અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે. [QE]
25. [QS]પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, [QE][QS]અને કદી સુખનો અનુભવ કરતો નથી. [QE]
26. [QS]તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. [QE][QS]અને કીડાઓ તેઓને ઢાંકી દે છે. [QE]
27. [QS]જુઓ, હું તમારા વિચારો જાણું છું [QE][QS]અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો. [QE]
28. [QS]માટે તમે કહો છો, હવે સરદારનું ઘર ક્યાં છે? [QE][QS]દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?' [QE]
29. [QS]શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? [QE][QS]તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે, [QE]
30. [QS]ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, [QE][QS]અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? [QE]
31. [QS]તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? [QE][QS]તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? [QE]
32. [QS]તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, [QE][QS]અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે. [QE]
33. [QS]ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, [QE][QS]જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, [QE][QS]તેમ સઘળાં માણસો તેની પાછળ જશે. [QE]
34. [QS]તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? [QE][QS]કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.'' [QE]