1.
2. [PS]ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું, [PE][QS]''તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? [QE][QS]અને શબ્દોથી મને કચડ્યા કરશો? [QE]
3. [QS]આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; [QE][QS]મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી. [QE]
4. [QS]જો મેં પાપ કર્યુ પણ હોય, [QE][QS]તો તે મારી ભૂલ મારી પાસે રહી. [QE]
5. [QS]જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, [QE][QS]અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય; [QE]
6. [QS]તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે [QE][QS]તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે. [QE]
7. [QS]જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; [QE][QS]હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી. [QE]
8. [QS]ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, [QE][QS]તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે. [QE]
9. [QS]તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, [QE][QS]મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે. [QE]
10. [QS]તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; [QE][QS]મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે. [QE]
11. [QS]વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; [QE][QS]તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે. [QE]
12. [QS]તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; [QE][QS]તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. [QE][QS]અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે. [QE]
13. [QS]તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; [QE][QS]મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું. [QE]
14. [QS]સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. [QE][QS]મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે. [QE]
15. [QS]મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. [QE][QS]તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું. [QE]
16. [QS]હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી [QE][QS]જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી. [QE]
17. [QS]મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; [QE][QS]મારા સગા ભાઈઓ અને બહેનોને મારે આજીજી કરવી પડે છે. [QE]
18. [QS]નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; [QE][QS]જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે. [QE]
19. [QS]મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; [QE][QS]મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે. [QE]
20. [QS]મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયાછે. [QE][QS]માંડમાંડ મારો જીવ બચ્યો છે. [QE]
21. [QS]હે મારા મિત્રો, મારા પર દયા કરો, [QE][QS]કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે. [QE]
22. [QS]શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; [QE][QS]મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું? [QE]
23. [QS]અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! [QE][QS]અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું! [QE]
24. [QS]અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, [QE][QS]સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું! [QE]
25. [QS]હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. [QE][QS]અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે; [QE]
26. [QS]મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, [QE][QS]હું મારા ઈશ્વરને જોઈશ. [QE]
27. [QS]તેમને હું પોતાની જાતે જોઈશ; [QE][QS]મારી આંખો તેમને જોશે, બીજાની નહિ [QE][QS]મારું હૃદય નિર્બળ થાય છે. [QE]
28. [QS]જો તમે કહો, 'અમે તેને કેવો સતાવીશું,' [QE][QS]કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,' [QE]
29. [QS]તો તરવારથી તમે બીહો, [QE][QS]કેમ કે કોપ તરવારની શિક્ષા લાવે છે, [QE][QS]તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.'' [QE]