1. એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે, [QBR]
2. ''તારા શબ્દોનો અંત લાવ. [QBR] વિચાર કરો અને પછી અમે વાત કરીશું. [QBR]
3. અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? [QBR] અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ? [QBR]
4. તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. [QBR] શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? [QBR] અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે? [QBR]
5. હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; [QBR] તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે. [QBR]
6. તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; [QBR] તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે. [QBR]
7. તેનાં પગલાં મંદ પડી જશે. [QBR] તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે. [QBR]
8. તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; [QBR] તે જાળમાં ગૂંચવાયા કરે છે. [QBR]
9. ફાંદો તેના પગની પાની પકડી લેશે, [QBR] અને ફાંદો તેને ફસાવશે. [QBR]
10. જમીનમાં તેને સારુ જાળ; [QBR] અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે. [QBR]
11. ચારેકોર ભય તેને ગભરાવશે; [QBR] તે તેની પાછળ પડશે. [QBR]
12. ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે. [QBR] વિનાશ તેની પડખે તૈયાર રહેશે. [QBR]
13. તે તેના શરીરની ચામડીને કોરી ખાશે. [QBR] ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે. [QBR]
14. પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે; [QBR] અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે. [QBR]
15. જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; [QBR] એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે. [QBR]
16. તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે; [QBR] તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે. [QBR]
17. તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે. [QBR] અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ. [QBR]
18. પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે [QBR] અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે. [QBR]
19. તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. [QBR] તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે. [QBR]
20. જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે. [QBR] અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે. [QBR]
21. નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે. [QBR] જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે. [PE]