1.
2. [PS]ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, [PE][QS]''મેં એવી ઘણી વાતો સાંભળી છે; [QE][QS]તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો. [QE]
3. [QS]શું તમારા નકામા શબ્દોનો અંત નથી? [QE][QS]તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો. [QE]
4. [QS]તમારી જેમ હું પણ બોલી શકું છું; [QE][QS]જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, [QE][QS]તો હું તમારી સામે ડાહી વાતો કરત, [QE][QS]અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત. [QE]
5. [QS]અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત! [QE][QS]મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત! [QE]
6. [QS]જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; [QE][QS]અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? [QE]
7. [QS]પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; [QE][QS]તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. [QE]
8. [QS]તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; [QE][QS]અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે. [QE]
9. [QS]ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; [QE][QS]તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. [QE][QS]મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે. [QE]
10. [QS]લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. [QE][QS]તેઓ મારા મોં પર તમાચો મારે છે; [QE][QS]તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે. [QE]
11. [QS]ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; [QE][QS]અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે. [QE]
12. [QS]હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; [QE][QS]હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. [QE][QS]તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે. [QE]
13. [QS]તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; [QE][QS]તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; [QE][QS]તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. [QE]
14. [QS]તે વારંવાર મને કચડી નાખે છે; [QE][QS]તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે. [QE]
15. [QS]મેં શોકના વસ્ત્રો પહેર્યા છે, [QE][QS]અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે. [QE]
16. [QS]રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. [QE][QS]મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે. [QE]
17. [QS]જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, [QE][QS]અને મારી પ્રાર્થના શુદ્ધ છે. [QE]
18. [QS]હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. [QE][QS]મારા અવાજને તું દાટી દઈશ નહિ. [QE]
19. [QS]જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે [QE][QS]મારો શાહેદ ઉચ્ચસ્થાને છે. [QE]
20. [QS]મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, [QE][QS]પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે. [QE]
21. [QS]એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, [QE][QS]તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે! [QE]
22. [QS]કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, [QE][QS]ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ. [QE]