1. [QS]જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; [QE][QS]મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું. [QE]
2. [QS]તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; [QE][QS]તમારાથી હું કંઈ કાચો નથી. [QE]
3. [QS]નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, [QE][QS]હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું. [QE]
4. [QS]પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; [QE][QS]તમે બધા ઊંટવૈદ જેવા છો. [QE]
5. [QS]તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! [QE][QS]કેમ કે એમાં તમારું ડહાપણ જણાત. [QE]
6. [QS]હવે મારી દલીલો સાંભળો; [QE][QS]મારા મુખની અરજ પર ધ્યાન આપો. [QE]
7. [QS]શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, [QE][QS]અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો? [QE]
8. [QS]શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? [QE][QS]શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો? [QE]
9. [QS]તે તમારી ઝડતી લે તો સારું, [QE][QS]અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો? [QE]
10. [QS]તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, [QE][QS]તો ઈશ્વર તમને ઠપકો આપશે. [QE]
11. [QS]શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? [QE][QS]અને તેમનો ભય તમારા પર નહિ આવે? [QE]
12. [QS]તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; [QE][QS]અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે. [QE]
13. [QS]છાના રહો, મને નિરાંતે બોલવા દો, [QE][QS]મારા પર જે થવાનું હોય તે થવા દો. [QE]
14. [QS]મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. [QE][QS]હું મારો જીવ મારા હાથોમાં લઈશ. [QE]
15. [QS]જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; [QE][QS]તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ. [QE]
16. [QS]ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. [QE][QS]કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ. [QE]
17. [QS]મારી વાત તમે ધ્યાનથી સાંભળો. [QE][QS]મારા બોલવા પર કાન દો. [QE]
18. [QS]હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. [QE][QS]અને હું જાણું છું કે હું નિર્દોષ છું. [QE]
19. [QS]મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? [QE][QS]જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ. [QE]
20. [QS]હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, [QE][QS]અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ; [QE]
21. [QS]તમારો હાથ મારા પરથી ખેંચી લો, [QE][QS]અને તમારા ભયથી મને ન ગભરાવો. [QE]
22. [QS]પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; [QE][QS]અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો. [QE]
23. [QS]મારાં પાપો અને અન્યાયો કેટલા છે? [QE][QS]મારા અપરાધો અને મારું પાપ મને જણાવો. [QE]
24. [QS]શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? [QE][QS]શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો? [QE]
25. [QS]શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? [QE][QS]શું તમે સૂકા તણખલાનો પીછો કરશો? [QE]
26. [QS]તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો; [QE][QS]અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો. [QE]
27. [QS]તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; [QE][QS]તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, [QE][QS]તમે મારાં પગલાં તપાસો છો; [QE]
28. [QS]જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, [QE][QS]તથા ઊધઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું. [QE]