1.
2. [PS]ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, [PE][QS]''નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; [QE][QS]તમારી સાથે બુદ્ધિનો અંત આવશે. [QE]
3. [QS]પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; [QE][QS]અને હું તમારા કરતાં ઊતરતો નથી. [QE][QS]હા, એ બધું કોણ નથી જાણતું? [QE]
4. [QS]મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; [QE][QS]હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; [QE][QS]હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું. [QE]
5. [QS]જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; [QE][QS]જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. [QE]
6. [QS]લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, [QE][QS]અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; [QE][QS]તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે. [QE]
7. [QS]પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, [QE][QS]જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. [QE]
8. [QS]અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; [QE][QS]સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. [QE]
9. [QS]દરેક વ્યક્તિ જાણે છે કે [QE][QS]આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. [QE]
10. [QS]બધા જ જીવો તથા [QE][QS]મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે. [QE]
11. [QS]જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, [QE][QS]તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા? [QE]
12. [QS]વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; [QE][QS]અને પાકી વયમાં સમજણ હોય છે. [QE]
13. [QS]પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે. [QE][QS]સમજ અને સત્તા તો તેમની પાસે જ છે. [QE]
14. [QS]ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; [QE][QS]જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી. [QE]
15. [QS]જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; [QE][QS]અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે. [QE]
16. [QS]તેમની પાસે બળ અને બુદ્ધિ છે; [QE][QS]છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે. [QE]
17. [QS]તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે [QE][QS]અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે. [QE]
18. [QS]રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. [QE][QS]અને તેમની કમરે સાંકળ બાંધે છે. [QE]
19. [QS]તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, [QE][QS]અને બળવાનનો પરાજય કરે છે. [QE]
20. [QS]વક્તાઓની વાણી તે લઈ લે છે. [QE][QS]અને વડીલોનું ડહાપણ લઈ લે છે. [QE]
21. [QS]રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. [QE][QS]તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે. [QE]
22. [QS]તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે. [QE]
23. [QS]તે પ્રજાઓને બળવાન બનાવે છે, [QE][QS]તે તેઓનો નાશ પણ કરે છે. [QE]
24. [QS]તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે; [QE][QS]અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે. [QE]
25. [QS]તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે [QE][QS]અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે. [QE]