1. ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, [QBR]
2. ''નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; [QBR] તમારી સાથે બુદ્ધિનો અંત આવશે. [QBR]
3. પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; [QBR] અને હું તમારા કરતાં ઊતરતો નથી. [QBR] હા, એ બધું કોણ નથી જાણતું? [QBR]
4. મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; [QBR] હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; [QBR] હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું. [QBR]
5. જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; [QBR] જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. [QBR]
6. લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, [QBR] અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; [QBR] તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે. [QBR]
7. પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, [QBR] જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. [QBR]
8. અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; [QBR] સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. [QBR]
9. દરેક વ્યક્તિ જાણે છે કે [QBR] આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. [QBR]
10. બધા જ જીવો તથા [QBR] મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે. [QBR]
11. જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, [QBR] તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા? [QBR]
12. વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; [QBR] અને પાકી વયમાં સમજણ હોય છે. [QBR]
13. પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે. [QBR] સમજ અને સત્તા તો તેમની પાસે જ છે. [QBR]
14. ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; [QBR] જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી. [QBR]
15. જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; [QBR] અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે. [QBR]
16. તેમની પાસે બળ અને બુદ્ધિ છે; [QBR] છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે. [QBR]
17. તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે [QBR] અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે. [QBR]
18. રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. [QBR] અને તેમની કમરે સાંકળ બાંધે છે. [QBR]
19. તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, [QBR] અને બળવાનનો પરાજય કરે છે. [QBR]
20. વક્તાઓની વાણી તે લઈ લે છે. [QBR] અને વડીલોનું ડહાપણ લઈ લે છે. [QBR]
21. રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. [QBR] તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે. [QBR]
22. તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે. [QBR]
23. તે પ્રજાઓને બળવાન બનાવે છે, [QBR] તે તેઓનો નાશ પણ કરે છે. [QBR]
24. તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે; [QBR] અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે. [QBR]
25. તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે [QBR] અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે. [PE]