1. મારો આત્મા આ જીવનથી કંટાળી ગયો છે; [QBR] હું મારી ફરિયાદો વિષે મુક્ત રીતે વિલાપ કરીશ; [QBR] મારા જીવની વેદનાએ હું બોલીશ. [QBR]
2. હું ઈશ્વરને કહીશ કે, 'મને દોષિત ન ઠરાવો; [QBR] તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો. [QBR]
3. જુલમ કરવો, [QBR] તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું [QBR] અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે? [QBR]
4. શું તમને ચર્મચક્ષુ છે, [QBR] અથવા શું તમે માણસની જેમ જુઓ છો? [QBR]
5. શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, [QBR] તમારું જીવન માણસના જીવન જેટલું છે કે, [QBR]
6. તમે મારા અન્યાયની તપાસ કરો છો, [QBR] અને મારાં પાપ શોધો છો. [QBR]
7. તમે જાણો છો કે હું દોષિત નથી, [QBR] અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી. [QBR]
8. તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે, [QBR] છતાં તમે મારો વિનાશ કરો છો. [QBR]
9. કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે; [QBR] શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો? [QBR]
10. શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી? [QBR] અને મને પનીરની જેમ જમાવ્યો નથી? [QBR]
11. તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે. [QBR] તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે. [QBR]
12. તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે. [QBR] અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે. [QBR]
13. છતાં આ બાબત તમે તમારા હૃદયમાં ગુપ્ત રાખી છે. [QBR] હું જાણું છું કે એ તમારો આશય છે. [QBR]
14. જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો; [QBR] તમે મારા અન્યાય વિષે મને નિર્દોષ ઠરાવશો નહિ. [QBR]
15. જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ! [QBR] જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ, [QBR] કેમ કે મને અતિશય શરમ લાગે છે. [QBR] અને મારી વિપત્તિ મારી નજર આગળ છે. [QBR]
16. જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો [QBR] અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો. [QBR]
17. તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, [QBR] અને મારા ઉપર તમારો રોષ વધારો છો; [QBR] તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો. [QBR]
18. તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા? [QBR] ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત. [QBR]
19. હું હતો ન હતો થઈ ગયો હોત; [QBR] ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત. [QBR]
20. શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, [QBR] અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું [QBR]
21. કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં, [QBR] એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે, [QBR]
22. એટલે ઘોર અંધકારનાં દેશમાં, [QBR] જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે, [QBR] તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.''' [PE]