1. [QS]મારો આત્મા આ જીવનથી કંટાળી ગયો છે; [QE][QS]હું મારી ફરિયાદો વિષે મુક્ત રીતે વિલાપ કરીશ; [QE][QS]મારા જીવની વેદનાએ હું બોલીશ. [QE]
2. [QS]હું ઈશ્વરને કહીશ કે, 'મને દોષિત ન ઠરાવો; [QE][QS]તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો. [QE]
3. [QS]જુલમ કરવો, [QE][QS]તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું [QE][QS]અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે? [QE]
4. [QS]શું તમને ચર્મચક્ષુ છે, [QE][QS]અથવા શું તમે માણસની જેમ જુઓ છો? [QE]
5. [QS]શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, [QE][QS]તમારું જીવન માણસના જીવન જેટલું છે કે, [QE]
6. [QS]તમે મારા અન્યાયની તપાસ કરો છો, [QE][QS]અને મારાં પાપ શોધો છો. [QE]
7. [QS]તમે જાણો છો કે હું દોષિત નથી, [QE][QS]અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી. [QE]
8. [QS]તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે, [QE][QS]છતાં તમે મારો વિનાશ કરો છો. [QE]
9. [QS]કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે; [QE][QS]શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો? [QE]
10. [QS]શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી? [QE][QS]અને મને પનીરની જેમ જમાવ્યો નથી? [QE]
11. [QS]તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે. [QE][QS]તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે. [QE]
12. [QS]તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે. [QE][QS]અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે. [QE]
13. [QS]છતાં આ બાબત તમે તમારા હૃદયમાં ગુપ્ત રાખી છે. [QE][QS]હું જાણું છું કે એ તમારો આશય છે. [QE]
14. [QS]જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો; [QE][QS]તમે મારા અન્યાય વિષે મને નિર્દોષ ઠરાવશો નહિ. [QE]
15. [QS]જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ! [QE][QS]જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ, [QE][QS]કેમ કે મને અતિશય શરમ લાગે છે. [QE][QS]અને મારી વિપત્તિ મારી નજર આગળ છે. [QE]
16. [QS]જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો [QE][QS]અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો. [QE]
17. [QS]તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, [QE][QS]અને મારા ઉપર તમારો રોષ વધારો છો; [QE][QS]તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો. [QE]
18. [QS]તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા? [QE][QS]ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત. [QE]
19. [QS]હું હતો ન હતો થઈ ગયો હોત; [QE][QS]ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત. [QE]
20. [QS]શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, [QE][QS]અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું [QE]
21. [QS]કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં, [QE][QS]એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે, [QE]
22. [QS]એટલે ઘોર અંધકારનાં દેશમાં, [QE][QS]જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે, [QE][QS]તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.''' [QE]