1. [QS]યહોવાહ કહે છે કે; ''જુઓ, હું બાબિલની વિરુદ્ધ, [QE][QS]તથા લે-કામાયમાં વસનારા વિરુદ્ધ વિનાશક વાયુ લાવીશ. [QE]
2. [QS]હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને વેરવિખેર કરી અને તેને ઉજ્જડ કરશે, [QE][QS]વિપત્તિના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે [QE]
3. [QS]ધર્નુધારીઓને તેઓનું બાણ ખેંચવા દેશો નહિ; તેઓને બખતર પહેરવા દેશો નહિ. [QE][QS]તેઓના સૈનિકો પર દયા ન બતાવશો; તેઓના સૈન્યનો નાશ કરો. [QE]
4. [QS]ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઈને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે. [QE]
5. [QS]કેમ કે, ઇઝરાયલ અને યહૂદિયા તેઓના ઈશ્વર સૈન્યોના યહોવાહથી તજાયેલા નથી. [QE][QS]જોકે તેઓની ભૂમિ ઈશ્વરની વિરુદ્ધ કરેલાં અપરાધોથી ભરેલી છે. [QE]
6. [QS]બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, [QE][QS]કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે. [QE]
7. [QS]બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. [QE][QS]પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા. [QE]
8. [QS]પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. [QE][QS]તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું. [QE]
9. [QS]બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, [QE][QS]ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે. [QE]
10. [QS]યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, [QE][QS]આપણા યહોવાહે જે સર્વ કર્યું છે તે આપણે યરુશાલેમમાં જઈને કહી સંભળાવીએ. [QE]
11. [QS]તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! [QE][QS]કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, [QE][QS]અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે. [QE]
12. [QS]બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો. [QE][QS]અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો, [QE][QS]કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે. [QE]
13. [QS]તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. [QE][QS]તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે. [QE]
14. [QS]સૈન્યોના યહોવાહે પોતાના નામના સમ ખાઈને પ્રતિજ્ઞા કરી છે કે, ''હું તીડોનાં ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલાં માણસોને તારી સામે લાવીશ [QE][QS]અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે. [QE]
15. [QS]યહોવાહે પોતાની શક્તિ અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, [QE][QS]પોતાના ડહાપણથી તેને સ્થિર કરીને સ્થાપી છે અને પોતાના કૌશલથી આકાશને વિસ્તાર્યું છે. [QE]
16. [QS]જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. [QE][QS]તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે. અનેે પવનને મોકલે છે. [QE]
17. [QS]તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેઓને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થાય છે, [QE][QS]કેમ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે. [QE]
18. [QS]મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; તેઓને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે. [QE]
19. [QS]પરંતુ યાકૂબના ઈશ્વર એવા નથી, તે તો સમગ્ર સૃષ્ટિના સર્જક છે. અને ઇઝરાયલીઓને તે પોતાની પ્રજા ગણે છે, [QE][QS]તેમનું નામ સૈન્યોના યહોવાહ છે. [QE]
20. [QS]યહોવાહ કહે છે, ''હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે. [QE][QS]તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ. અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ. [QE]
21. [QS]તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ. [QE]
22. [QS]તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ. [QE][QS]તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ. [QE]
23. [QS]ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, [QE][QS]કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ. [QE]
24. [QS]બાબિલને તથા કાસ્દીઓના બધા લોકોને, તેઓએ સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. [QE][QS]તે હું તમારી નજર સામે જ કરીશ.'' એવું યહોવાહ કહે છે. [QE]
25. [QS]યહોવાહ કહે છે, જુઓ, હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, [QE][QS]હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ. [QE][QS]અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઈશ. [QE]
26. [QS]તારો કોઈ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય. [QE][QS]તું સદાને માટે ખંડેર રહેશે.'' એવું યહોવાહ કહે છે. [QE]
27. [QS]પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. [QE][QS]અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, [QE][QS]તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો. [QE]
28. [QS]તેની વિરુદ્ધ, માદીઓના રાજાઓ વિરુદ્ધ અને તેના અધિકારીઓ [QE][QS]અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેઓની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કરો. [QE]
29. [QS]દેશ ધ્રૂજી ઊઠે છે અને પીડાય છે, કેમ કે બાબિલ વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ દૃઢ છે. [QE][QS]યહોવાહ બાબિલને નિર્જન વગડો બનાવવાની તેમની પોતાની યોજના પાર પાડે છે. [QE]
30. [QS]બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઈ ગયા છે, [QE][QS]તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઈ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યાં છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યા છે. [QE]
31. [QS]આખું શહેર કબજે થઈ ગયું છે તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો [QE][QS]એક પાછળ એક બાબિલના રાજા પાસે દોડી આવ્યા છે. [QE]
32. [QS]નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબજે કરાયા છે. બરુની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, [QE][QS]અને સૈનિકો ગભરાઈ ગયા છે. [QE]
33. [QS]સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે;'' બાબિલની સ્થિતિ તો ઘઉં ઝૂડવાની ખળી જેવી છે [QE][QS]જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઊપજને ધોકાવાનું શરૂ થશે. [QE]
34. [QS]યરુશાલેમ કહે છે, 'બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે, [QE][QS]તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, [QE][QS]અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.' [QE]
35. [QS]યરુશાલેમના લોકો બોલી ઊઠશે, ''અમારી પર કરેલાં દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! [QE][QS]અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!'' [QE]
36. [QS]આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ. [QE][QS]હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ. [QE]
37. [QS]અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. [QE][QS]તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે. [QE]
38. [QS]બાબિલવાસીઓ બધા ભેગા થઈને સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે. [QE]
39. [QS]જ્યારે તેઓ તપી જઈને મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે ઉજાણી કરીશ, જેમાં તેઓ મોજ કરે [QE][QS]અને સદાની નિદ્રામાં પડે. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ, માટે હું તેઓને મગ્ન કરીશ એવું યહોવાહ કહે છે. [QE]
40. [QS]હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ. [QE]
41. [QS]શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે! [QE]
42. [QS]બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે. [QE]
43. [QS]તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. [QE][QS]ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને યાત્રીઓ પણ પસાર થતા નથી. [QE]
44. [QS]યહોવાહ કહે છે, ''હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. [QE][QS]પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે. [QE]
45. [QS]ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો. [QE]
46. [QS]હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઈ જશો નહિ, [QE][QS]એક વર્ષે એક અફવા ફેલાય છે, અને બીજે વર્ષે બીજી ફેલાઈ છે. દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યા છે. [QE]
47. [QS]તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. [QE][QS]આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે. [QE]
48. [QS]ત્યારે આકાશ અને પૃથ્વી તેમ જ તેમાંનું સર્વ બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે. એવું યહોવાહ કહે છે. [QE][QS]ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે, [QE]
49. [QS]''બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે. [QE][QS]તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે. [QE]
50. [QS]તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો, તે નાસી જાઓ રોકાશો નહિ દૂર દેશમાં, [QE][QS]યહોવાહને સંભારજો અને યરુશાલેમને ભૂલશો નહિ.'' [QE]
51. [QS]અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ, [QE][QS]કેમ કે, વિદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે. [QE]
52. [QS]તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ [QE][QS]અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે. [QE]
53. [QS]જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે [QE][QS]તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.' એવું યહોવાહ કહે છે. [QE]
54. [QS]બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે. [QE]
55. [QS]યહોવાહ બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. [QE][QS]શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે. [QE]
56. [QS]કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે [QE][QS]અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે. [QE]
57. [QS]સૈન્યોના યહોવાહ કહે છે, ''હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, [QE][QS]તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ. [QE]
58. [QS]બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે, [QE][QS]તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, [QE][QS]જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.'' [QE]
59. [QS]યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા [QE][QS]માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. [QE][QS]સરાયા તો લશ્કરનો વહીવટદાર હતો.
60. યર્મિયાએ એક પુસ્તકમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું. [QE]
61. [PS]તેણે સરાયાને કહ્યું, જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે.
62. અને કહેજે કે, હે યહોવાહ, તમે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઈ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઈ નહિ. તે સદાકાળ ઉજ્જડ રહેશે.' [PE]
63. [PS]જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે.
64. અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.''' અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે. [PE]