પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1.
2. [PS]ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે. [PE][QS]યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; [QE][QS]તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે [QE][QS]અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે. [QE]
3. [QS]બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, [QE][QS]રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, [QE][QS]પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. [QE]
4. [QS]કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે. [QE]
5. [QS]ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?
6. હે યહોવાહની તરવાર, તું ક્યારે શાંત થઈશ? [QE][QS]ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે. [QE]
7. [QS]પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? [QE][QS]આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તરવાર નિર્માણ કરી છે.'' [QE]
Total 52 Chapters, Selected Chapter 47 / 52
1 2 ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે. યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે. 3 બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. 4 કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે. 5 ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે? 6 હે યહોવાહની તરવાર, તું ક્યારે શાંત થઈશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે. 7 પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તરવાર નિર્માણ કરી છે.''
Total 52 Chapters, Selected Chapter 47 / 52
×

Alert

×

Gujarati Letters Keypad References