પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ચર્મિયા
1. [PS]યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.
2. અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો.
3. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો. [PE]
4. [PS]જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે.
5. પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, “આ મહેલ ખંડેર બની જશે. [PE]
6. [PS]યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; [PE][QS]'તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન [QE][QS]અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ. [QE]
7. [QS]હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. [QE][QS]તેઓ તારા ઉત્તમ અરેજવૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે. [QE]
8. [PS]ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, “યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?”
9. ત્યારે તેઓ જવાબ આપશે કે, ''તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.” [PE]
10. [QS]યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, [QE][QS]કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની જન્મભૂમિ જોવા પામશે નહિ.'' [QE]
11. [PS]કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, ''તે ત્યાંથી પાછો આવશે નહિ.
12. પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.” [PE]
13. [QS]જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; [QE][QS]જે પોતાના પડોશી પાસે વેઠ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ! [QE]
14. [QS]તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, [QE][QS]પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર અરેજકાષ્ટનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.” [QE]
15. [PS]તું અરેજકાષ્ટના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? [PE][QS]શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો. [QE]
16. [QS]તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે. [QE]
17. [PS]પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, [PE][QS]અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.
18. તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ. [QE]
19. [QS]એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, [QE][QS]તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે. [QE]
20. [QS]તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; [QE][QS]અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે. [QE]
21. [QS]જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” [QE][QS]તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી. [QE]
22. [QS]પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. [QE][QS]નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે. [QE]
23. [QS]હે લબાનોનમાં રહેનારી તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, [QE][QS]જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.” [QE]
24. [PS]આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.
25. તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ.
26. જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો. [PE]
27.
28. [PS]અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ. [PE][QS]આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? [QE][QS]તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી? [QE]
29. [QS]હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. [QE][QS]યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે. [QE]
30. [QS]તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ [QE][QS]કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.” [QE]
Total 52 પ્રકરણો, Selected પ્રકરણ 22 / 52
1 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ. 2 અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો. 3 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો. 4 જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે. 5 પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, “આ મહેલ ખંડેર બની જશે. 6 યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; 'તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ. 7 હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. તેઓ તારા ઉત્તમ અરેજવૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે. 8 ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, “યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?” 9 ત્યારે તેઓ જવાબ આપશે કે, ''તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.” 10 યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની જન્મભૂમિ જોવા પામશે નહિ.'' 11 કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, ''તે ત્યાંથી પાછો આવશે નહિ. 12 પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.” 13 જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે વેઠ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ! 14 તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર અરેજકાષ્ટનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.” 15 તું અરેજકાષ્ટના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો. 16 તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે. 17 પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી. 18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ. 19 એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે. 20 તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે. 21 જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી. 22 પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે. 23 હે લબાનોનમાં રહેનારી તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.” 24 આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત. 25 તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ. 26 જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો. 27 28 અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ. આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી? 29 હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે. 30 તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.”
Total 52 પ્રકરણો, Selected પ્રકરણ 22 / 52
×

Alert

×

Gujarati Letters Keypad References