1. [QS]પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. [QE][QS]પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને [QE][QS]તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, [QE][QS]પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે. [QE]
2. [QS]અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; [QE][QS]મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. [QE]
3. [QS]તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; [QE][QS]કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, [QE][QS]જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ. [QE]
4. [QS]કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, [QE][QS]તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે. [QE]
5. [QS]સૈનિકોના અવાજ કરતા જોડા [QE][QS]અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, [QE][QS]તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે. [QE]
6. [QS]કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; [QE][QS]અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; [QE][QS]અને તેને અદ્દભુત સલાહકાર, [QE][QS]પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા [QE][QS]અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. [QE]
7. [QS]દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, [QE][QS]તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે [QE][QS]સ્થાપવા તથા દૃઢ કરવા માટે [QE][QS]તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. [QE][QS]સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે. [QE]
8. [QS]પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે. [QE]
9. [QS]એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે, [QE]
10. [QS]“ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે એરેજવૃક્ષ લાવીશું.” [QE]
11. [QS]તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; [QE]
12. [QS]પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. [QE][QS]એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે. [QE]
13. [QS]તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી. [QE]
14. [QS]તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે. [QE]
15. [QS]વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે. [QE]
16. [QS]આ લોકોના આગેવાન એ તેમને અન્યમાર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે. [QE]
17. [QS]તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ, [QE][QS]કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે. [QE][QS]એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે. [QE]
18. [QS]દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે; [QE][QS]તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે. [QE]
19. [QS]સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. [QE][QS]કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી. [QE]
20. [QS]તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. [QE][QS]તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે. [QE]
21. [QS]મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે. [QE][QS]આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે. [QE]