1. પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. [QBR] પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને [QBR] તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, [QBR] પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે. [QBR]
2. અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; [QBR] મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. [QBR]
3. તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; [QBR] કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, [QBR] જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ. [QBR]
4. કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, [QBR] તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે. [QBR]
5. સૈનિકોના અવાજ કરતા જોડા [QBR] અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, [QBR] તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે. [QBR]
6. કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; [QBR] અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; [QBR] અને તેને અદ્દભુત સલાહકાર, [QBR] પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા [QBR] અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. [QBR]
7. દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, [QBR] તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે [QBR] સ્થાપવા તથા દૃઢ કરવા માટે [QBR] તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. [QBR] સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે. [QBR]
8. પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે. [QBR]
9. એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે, [QBR]
10. “ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે એરેજવૃક્ષ લાવીશું.” [QBR]
11. તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; [QBR]
12. પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. [QBR] એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે. [QBR]
13. તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી. [QBR]
14. તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે. [QBR]
15. વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે. [QBR]
16. આ લોકોના આગેવાન એ તેમને અન્યમાર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે. [QBR]
17. તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ, [QBR] કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે. [QBR] એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે. [QBR]
18. દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે; [QBR] તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે. [QBR]
19. સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. [QBR] કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી. [QBR]
20. તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. [QBR] તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે. [QBR]
21. મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે. [QBR] આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે. [PE]