1. [QS]“જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. [QE][QS]જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, 'હું આ રહ્યો! [QE]
2. [QS]જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે! [QE][QS]એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા. [QE]
3. [QS]તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, [QE][QS]તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે. [QE]
4. [QS]તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે [QE][QS]તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે. [QE]
5. [QS]તેઓ કહે છે, 'દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.' [QE][QS]આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે. [QE]
6. [QS]જુઓ, એ મારી આગળ લખેલું છે: [QE][QS]હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ. [QE]
7. [QS]હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ,” એમ યહોવાહ કહે છે. [QE][QS]“જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. [QE][QS]વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ.” [QE]
8. [QS]આ યહોવાહ કહે છે: “જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, [QE][QS]ત્યારે કોઈ કહે છે, 'તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,' [QE][QS]તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય. [QE]
9. [QS]હું યાકૂબનાં સંતાન અને યહૂદિયાનાં સંતાનોને લાવીશ, તેઓ મારા પર્વતોનો વારસો પામશે. [QE][QS]મારા પસંદ કરેલા લોકો તેનો વારસો પામશે અને મારા સેવકો ત્યાં વસશે. [QE]
10. [QS]જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન [QE][QS]અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે. [QE]
11. [QS]પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, [QE][QS]જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો [QE]
12. [QS]તેઓને એટલે તમને તરવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, [QE][QS]કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; [QE][QS]પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.” [QE]
13. [QS]આ પ્રભુ યહોવાહ કહે છે: [QE][QS]જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો; [QE][QS]જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; [QE][QS]જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે લજ્જિત થશો. [QE]
14. [QS]જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, [QE][QS]પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો. [QE]
15. [QS]તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો; અને હું, પ્રભુ યહોવાહ, તમને મારી નાખીશ, [QE][QS]હું મારા સેવકોને બીજા નામથી બોલાવીશ. [QE]
16. [QS]જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે. [QE][QS]જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે, [QE][QS]કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે. [QE]
17. [PS]કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; [PE][QS]અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ. [QE]
18. [QS]પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. [QE]
19. [QS]હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ; [QE][QS]તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ. [QE]
20. [QS]ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; [QE][QS]કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ. [QE]
21. [QS]તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે. [QE]
22. [QS]તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, [QE][QS]કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. [QE]
23. [QS]તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. [QE][QS]કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે. [QE]
24. [QS]તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ. [QE]
25. [QS]વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; [QE][QS]પણ ધૂળ સાપનું ભોજન થશે. [QE][QS]મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે. [QE]