1. [PS]ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.
2. તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા. [PE]
3. [PS]તેઓ એકબીજાને પોકારીને કહેતા, [PE][QS]“પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.” [QE]
4. [PS]પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું.
5. ત્યારે મેં કહ્યું, [PE][QS]“મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું [QE][QS]અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, [QE][QS]કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!” [QE]
6. [PS]પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો.
7. તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, [PE][QS]“જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે.” [QE]
8.
9. [PS]મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.” [PE][QS]ત્યારે પ્રભુએ કહ્યું, “જા, અને આ લોકોને કહે કે, [QE][QS]સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો. [QE]
10. [QS]આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો, [QE][QS]રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય.” [QE]
11. [PS]ત્યારે મેં પૂછ્યું, “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, [PE][QS]“જ્યાં સુધી નગરો વસ્તી વિનાનાં [QE][QS]અને ઘરો માણસ વિનાનાં થાય અને ભૂમિ વેરાન થઈ જાય, [QE]
12. [QS]અને યહોવાહ આ લોકોને દૂર કરે અને આખા દેશમાં મોટો ભાગ પડતર રહે ત્યાં સુધી. [QE]
13. [QS]તે છતાં જો તેમાં લોકોનો દશમો ભાગ પણ રહે, તો તેનો ફરીથી વિનાશ કરવામાં આવશે; [QE][QS]જેમ એલાહવૃક્ષ કે એલોન વૃક્ષ કાપી નાખવામાં આવ્યા પછી થડ રહે છે, [QE][QS]તે પ્રમાણે પવિત્ર બીજ તેની જડમાં છે.” [QE]