1. [QS]ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી [QE][QS]અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી [QE][QS]કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે. [QE]
2. [QS]તે શાંતિમાં પ્રવેશ કરે છે; [QE][QS]જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે. [QE]
3. [QS]પણ તમે જાદુગરના દીકરાઓ, [QE][QS]વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો. [QE]
4. [QS]તમે કોની મશ્કરી કરો છો? [QE][QS]તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? [QE][QS]શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી? [QE]
5. [QS]તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, [QE][QS]તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો. [QE]
6. [QS]નાળામાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. [QE][QS]તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?” [QE]
7. [QS]તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; [QE][QS]વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો. [QE]
8. [QS]બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; [QE][QS]તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે. [QE]
9. [QS]તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. [QE][QS]તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ. [QE]
10. [QS]તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ “કંઈ આશા નથી” એવું તે કહ્યું નથી. [QE][QS]તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ. [QE]
11. [QS]તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે? [QE][QS]તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી. [QE][QS]હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ. [QE]
12. [QS]હું તારું “ન્યાયીપણું” જાહેર કરીશ પણ તારાં કામો, [QE][QS]તને મદદરૂપ બનશે નહિ. [QE]
13. [QS]જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે. [QE][QS]પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે. [QE][QS]છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. [QE]
14. [QS]વળી તે કહેશે, [QE][QS]“સડક બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો! મારા લોકના માર્ગોમાંથી સર્વ ઠોકર ખવડાવનાર પથ્થર દૂર કરો!” [QE]
15. [QS]કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: [QE][QS]હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, [QE][QS]જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું. [QE]
16. [QS]કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, [QE][QS]રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય. [QE]
17. [QS]તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી; મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો, [QE][QS]પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો. [QE]
18. [QS]મેં તેના માર્ગો જોયા છે, [QE][QS]પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ, [QE]
19. [QS]અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ, શાંતિ થાઓ,” યહોવાહ કહે છે “તેઓને હું સાજા કરીશ.” [QE]
20. [QS]પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, [QE][QS]અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે. [QE]
21. [QS]“દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે. [QE]