પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
યશાયા
1. [QS]હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, [QE][QS]જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; [QE][QS]તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, [QE][QS]પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ. [QE]
2. [QS]કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે [QE][QS]અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. [QE]
3. [QS]મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; [QE][QS]પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા. [QE]
4. [QS]કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, [QE][QS]તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે. [QE]
5. [QS]તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, [QE][QS]જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.” [QE]
6. [QS]તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું. [QE]
7. [QS]હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, [QE][QS]તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.” [QE]
8. [QS]વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. [QE][QS]કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે. [QE]
9. [QS]મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ. [QE]
10. [QS]જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે. [QE]
11. [QS]મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? [QE][QS]હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ. [QE]
12. [QS]હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: [QE][QS]હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું. [QE]
13. [QS]હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; [QE][QS]જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે. [QE]
14. [QS]તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? [QE][QS]યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે. [QE]
15. [QS]હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે. [QE]
16. [QS]મારી પાસે આવો, આ સાંભળો; [QE][QS]પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; [QE][QS]અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે. [QE]
17. [QS]તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. [QE][QS]તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું. [QE]
18. [QS]જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! [QE][QS]પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉધ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત. [QE]
19. [QS]તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; [QE][QS]તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ. [QE]
20. [QS]બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! [QE][QS]હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો [QE][QS]અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે. [QE]
21. [QS]તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; [QE][QS]તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; [QE][QS]વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું. [QE]
22. [QS]યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.” [QE]

રેકોર્ડ

Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 48 / 66
1 હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ. 2 કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. 3 મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા. 4 કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે. 5 તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.” 6 તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું. 7 હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.” 8 વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે. 9 મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ. 10 જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે. 11 મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ. 12 હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું. 13 હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે. 14 તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે. 15 હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે. 16 મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે. 17 તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું. 18 જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉધ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત. 19 તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ. 20 બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે. 21 તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું. 22 યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”
Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 48 / 66
×

Alert

×

Gujarati Letters Keypad References