1. [QS]યહોવાહ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, [QE][QS]તેની આગળ દેશોને તાબે કરવા, રાજાઓનાં હથિયાર મુકાવી દેવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે [QE][QS]અને દરવાજા ખૂલી જશે અને તે દ્વારો બંધ કરવામાં આવશે નહિ. [QE]
2. [QS]“હું તારી આગળ જઈશ અને પર્વતોને સપાટ કરીશ; [QE][QS]હું પિત્તળના દરવાજાઓના ટુકડેટુકડા કરી નાખીશ તથા લોખંડની ભૂંગળોને કાપી નાખીશ. [QE]
3. [QS]અને હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, [QE][QS]જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ છું. [QE]
4. [QS]મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, [QE][QS]મેં તને તારું નામ લઈને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી તો પણ મેં તને અટક આપી છે. [QE]
5. [QS]હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી. [QE][QS]જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ; [QE]
6. [QS]એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. [QE][QS]હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી. [QE]
7. [QS]પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; [QE][QS]હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું. [QE]
8. [QS]હે આકાશો, તમે ઉપરથી વરસો! હે વાદળો તમે ન્યાયી તારણ વરસાવો. [QE][QS]પૃથ્વીને તે શોષી લેવા દો કે તેમાંથી ઉધ્ધાર ઊગે [QE][QS]અને ન્યાયીપણું તેની સાથે ઊગશે. મેં, યહોવાહે તે બન્નેને ઉત્પન્ન કર્યાં છે. [QE]
9. [QS]જે કોઈ પોતાના કર્તાની સામે દલીલ કરે છે તેને અફસોસ! તે ભૂમિમાં માટીના ઠીકરામાંનું ઠીકરું જ છે! [QE][QS]શું માટી કુંભારને પૂછશે કે, 'તું શું કરે છે?' અથવા 'તું જે બનાવી રહ્યો હતો તે કહેશે કે - તારા હાથ નથી?' [QE]
10. [QS]જે પિતાને કહે છે, 'તમે શા માટે પિતા છો?' અથવા સ્ત્રીને કહે, 'તમે કોને જન્મ આપો છો?' તેને અફસોસ! [QE]
11. [QS]ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે: [QE][QS]'જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?' [QE]
12. [QS]'મેં પૃથ્વીને બનાવી અને તે પર મનુષ્યને બનાવ્યો. [QE][QS]તે મારા જ હાથો હતા જેણે આકાશોને પ્રસાર્યાં અને મેં સર્વ તારાઓ દ્રશ્યમાન થાય તેવી આજ્ઞા આપી. [QE]
13. [QS]મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. [QE][QS]તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે,” સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે. [QE]
14. [QS]યહોવાહ આ પ્રમાણે કહે છે, [QE][QS]“મિસરની કમાણી અને કૂશના વેપારીઓ તથા કદાવર સબાઈમ લોકો [QE][QS]એ સર્વ તારે શરણે આવશે. તેઓ તારા થશે. તેઓ સાંકળોમાં, તારી પાછળ ચાલશે. [QE][QS]તેઓ તને પ્રણામ કરીને તને વિનંતી કરશે કે, [QE][QS]'ખરેખર ઈશ્વર તારી સાથે છે અને તેમના સિવાય બીજો કોઈ નથી.'” [QE]
15. [QS]હે ઇઝરાયલના ઈશ્વર, તારનાર, ખરેખર તમે ઈશ્વર છો જે પોતાને ગુપ્ત રાખે છે. [QE]
16. [QS]જેઓ મૂર્તિઓ બનાવે છે તેઓ લજ્જિત અને કલંકિત થશે; તેઓ અપમાનમાં ચાલશે. [QE]
17. [QS]પરંતુ યહોવાહના અનંતકાળિક ઉધ્ધારથી ઇઝરાયલ બચી જશે; [QE][QS]તું ફરીથી ક્યારેય લજ્જિત કે અપમાનિત થઈશ નહિ. [QE]
18. [QS]જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે, [QE][QS]તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી. [QE][QS]તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે: [QE][QS]હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી. [QE]
19. [QS]હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી; [QE][QS]મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, 'મને ફોગટમાં શોધો!' [QE][QS]હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું.” [QE]
20. [QS]વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો. [QE][QS]જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી. [QE]
21. [QS]પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો. [QE][QS]પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે? [QE][QS]શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી. [QE]
22. [QS]પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; [QE][QS]કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી. [QE]
23. [QS]'મેં મારા પોતાના સમ ખાધા છે, [QE][QS]ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: [QE][QS]મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે, [QE]
24. [QS]તેઓ કહેશે, “ફક્ત યહોવાહમાં મારું તારણ અને સામર્થ્ય છે.” [QE][QS]જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ તેમની સમક્ષ લજવાઈને સંકોચાશે. [QE]
25. [QS]ઇઝરાયલનાં સર્વ સંતાનો યહોવાહમાં ન્યાયી ઠરશે; તેઓ પોતાનાં અભિમાન કરશે. [QE]