1. [QS]યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!” [QE][QS]“તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, [QE][QS]તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે. [QE]
2. [QS]તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. [QE][QS]તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે. [QE]
3. [QS]તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ [QE][QS]અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે. [QE]
4. [QS]જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે. [QE]
5. [QS]તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, [QE][QS]પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.” [QE]
6. [PS]નેગેવનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: [PE][QS]દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, [QE][QS]જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, [QE][QS]તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે. [QE]
7. [QS]પણ મિસરની સહાય વ્યર્થ છે; [QE][QS]તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે. [QE]
8. [QS]પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, [QE][QS]જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે. [QE]
9. [QS]કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, [QE][QS]તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે. [QE]
10. [QS]તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” [QE][QS]અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; [QE][QS]પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો; [QE]
11. [QS]માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; [QE][QS]અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.” [QE]
12. [QS]તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, [QE][QS]“કેમ કે તમે આ વાતને નકારો છો [QE][QS]અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો, [QE]
13. [QS]માટે તમારાં આ પાપ [QE][QS]ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, [QE][QS]તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે. [QE]
14. [QS]કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; [QE][QS]અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, [QE][QS]એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ. [QE]
15. [QS]પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, [QE][QS]“પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. [QE][QS]પણ તમે એમ કરવા ચાહ્યું નહિ. [QE]
16. [QS]ઊલટું તમે કહ્યું, 'ના, [QE][QS]અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,' તે માટે તમે નાસશો જ; [QE][QS]અને તમે કહ્યું, 'અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,' તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે. [QE]
17. [QS]એકની ધમકીથી એક હજાર નાસી જશે; [QE][QS]પાંચની ધમકીથી તમે બધા નાસી જશો [QE][QS]અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો.” [QE]
18. [QS]તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. [QE][QS]કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે. [QE]
19. [QS]હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. [QE][QS]તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે. [QE]
20. [QS]જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, [QE][QS]તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે. [QE]
21. [QS]જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, [QE][QS]“આ માર્ગ છે, તે પર તમે ચાલો.” [QE]
22. [QS]વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. [QE][QS]તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.” [QE]
23. [QS]જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે [QE][QS]તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, [QE][QS]તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે. [QE]
24. [QS]ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો, [QE][QS]સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે. [QE]
25. [QS]વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે [QE][QS]સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે. [QE]
26. [QS]ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. [QE][QS]યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે. [QE]
27. [QS]જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. [QE][QS]તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે. [QE]
28. [QS]તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે, [QE][QS]જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે. [QE]
29. [QS]પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો [QE][QS]અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો. [QE]
30. [QS]યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને [QE][QS]ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે. [QE]
31. [QS]કેમ કે યહોવાહની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે. [QE]
32. [QS]યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો [QE][QS]ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે. [QE]
33. [QS]કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે. [QE][QS]એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે. [QE][QS]યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે. [QE]