1. [QS]તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન અને સમર્થ તરવારથી [QE][QS]વેગવાન સર્પ લિવિયાથાનને, એટલે ગૂંછળિયા સર્પ લિવિયાથાનને શિક્ષા કરશે. [QE][QS]અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાંખશે. [QE]
2. [QS]તે દિવસે, દ્રાક્ષાવાડીના દ્રાક્ષારસ માટે ગીત ગાઓ. [QE]
3. [QS]“હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; [QE][QS]હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે. [QE]
4. [QS]હું હવે ગુસ્સે નથી, અરે, ત્યાં ઝાંખરાં અને કાંટા મારી સામે હોત તો કેવું સારું! [QE][QS]યુદ્ધમાં હું તેમની સામે કૂચ કરીને હું તેઓને એકસાથે બાળી નાખત. [QE]
5. [QS]તેઓએ મારા રક્ષણમાં આવવું અને મારી સાથે સમાધાન કરવું; હા, તેઓએ મારી સાથે સમાધાન કરવું. [QE]
6. [QS]આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; [QE][QS]અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે.” [QE]
7. [QS]યહોવાહે યાકૂબ તથા ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું યાકૂબ તથા ઇઝરાયલનો સંહાર કર્યો છે? [QE]
8. [QS]ચોક્કસ માપમાં તમે દલીલ કરી છે, જેમ યાકૂબ તથા ઇઝરાયલને તજી દઈને, તેને પૂર્વના વાયુને દિવસે તેમણે પોતાના તોફાની વાયુથી તેમને દૂર કર્યા છે. [QE]
9. [QS]તેથી આ રીતે, યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: [QE][QS]તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે [QE][QS]અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ. [QE]
10. [QS]કેમ કે મોરચાબંધ નગર ઉજ્જડ, રહેઠાણ અરણ્ય સમાન થયેલું અને ત્યાગ કરેલું રહેશે. [QE][QS]ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે અને તેની ડાળીઓ ખાશે. [QE]
11. [QS]તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે. સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે, [QE][QS]કેમ કે, આ લોક સમજણા નથી. [QE][QS]તેથી તેઓના સર્જનહાર તેઓના પર દયા કરશે નહિ અને તેઓના પર કૃપા કરશે નહિ. [QE]
12. [QS]તે દિવસે યહોવાહ [QE][QS]ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે [QE][QS]અને હે ઇઝરાયલીઓ તમને એકએકને એકત્ર કરવામાં આવશે. [QE]
13. [QS]તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; [QE][QS]અને આશૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, [QE][QS]તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે. [QE]