1.
2. [PS]આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે. [PE][QS]છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત [QE][QS]બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; [QE][QS]અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે. [QE]
3. [QS]ઘણા લોકો જઈને કહેશે, [QE][QS]“ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, [QE][QS]જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.” [QE][QS]કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે [QE]
4. [QS]તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; [QE][QS]તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; [QE][QS]પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ. [QE]
5. [QS]હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ. [QE]
6. [QS]કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, [QE][QS]કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે [QE][QS]અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે. [QE]
7. [QS]તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; [QE][QS]તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી. [QE]
8. [QS]વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; [QE][QS]તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે. [QE]
9. [QS]તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ. [QE]
10. [QS]યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, [QE][QS]ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ. [QE]
11. [QS]માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, [QE][QS]અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે. [QE]
12. [QS]કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે [QE][QS]તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે. [QE]
13. [QS]લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં એરેજવૃક્ષો પર [QE][QS]અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર; [QE]
14. [QS]અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર; [QE]
15. [QS]અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર; [QE]
16. [QS]અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે. [QE]
17. [QS]તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; [QE][QS]એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે. [QE]
18. [QS]મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે. [QE]
19. [QS]યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, [QE][QS]માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે. [QE]
20. [QS]તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, [QE][QS]છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે. [QE]
21. [QS]જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, [QE][QS]લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે. [QE]
22. [QS]માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; [QE][QS]તે શી ગણતરીમાં છે? [QE]