1. [QS]અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે [QE][QS]દેશના અમલદારને માટે હલવાન મોકલો. [QE]
2. [QS]માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી [QE][QS]જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે. [QE]
3. [QS]“સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; [QE][QS]કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ. [QE]
4. [QS]મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, [QE][QS]તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” [QE][QS]કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, [QE][QS]જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે. [QE]
5. [QS]ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. [QE][QS]જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે. [QE]
6. [QS]અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, [QE][QS]તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે. [QE]
7. [QS]તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. [QE][QS]ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો. [QE]
8. [QS]કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષાવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. [QE][QS]દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, [QE][QS]તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. [QE][QS]તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી. [QE]
9. [QS]તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માની દ્રાક્ષાવાડીને માટે રડીશ; [QE][QS]હે હેશ્બોન તથા એલઆલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ. [QE][QS]કેમ કે તારા ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે. [QE]
10. [QS]ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. [QE][QS]દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે. [QE]
11. [QS]તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે. [QE]
12. [QS]જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, [QE][QS]અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ. [QE]
13. [PS]યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
14. ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.” [PE]